Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોત્રીમાં કુમકુમ મંદિરના સંતોનો સત્સંગ યોજાયો:તણાવમુક્તિ માટે દવા નહીં, ધ્યાન જરૂરી: સાધુ પ્રેમવત્સલદાસજી

    13 hours ago

    અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન પર સંતો અને હરિભક્તો દ્વારા પુષ્પાભિષેક કરવામાં આવ્યો હતો. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ "સ્ટ્રેસ મેનેજમેન્ટ" વિષય પર પ્રવચન આપ્યું હતું, જ્યારે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ "સત્સંગ સુખદાયી" વિષય પર પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજે માનસિક તણાવને કારણે દર વર્ષે વિશ્વમાં બે કરોડ લોકો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણે ક્યારેય આત્મહત્યા ન કરવી જોઈએ. જીવનમાં સુખ અને દુઃખ દિવસ-રાતની જેમ વારાફરતી આવતા રહે છે, ત્યારે દુઃખના સમયે ધીરજ રાખવી અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું કે ઘણા લોકો દુઃખી હોવાથી તણાવમાં રહે છે અને તેને ભૂલવા માટે રાત્રે ઊંઘની ગોળીઓ લે છે, છતાં તેમને ઊંઘ આવતી નથી. તણાવમુક્તિ માટે ગોળીઓની નહીં, પરંતુ ભગવાનનું ધ્યાન કરવાની જરૂર છે. શાંતિ મેળવવા માટે મેડિસિન નહીં, મેડિટેશનની આવશ્યકતા છે. સંત પ્રેમવત્સલદાસજીએ સૌને ભગવાનનું ધ્યાન કરવાની ટેવ પાડવા વિનંતી કરી. તેમણે કહ્યું કે સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. આજના સમયમાં લોકો સવારે ઉઠતાની સાથે અને સૂતી વખતે મોબાઈલના દર્શન કરે છે, જેના કારણે માનસિક તણાવ વધે છે. તેના બદલે ભગવાનના દર્શન કરીને દિવસનો પ્રારંભ કરવો હિતાવહ છે. તેમણે વધુમાં જણાવ્યું કે પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ, પરંતુ પુરુષાર્થ કર્યા પછી વ્યવહારની ચિંતા ભગવાનને સોંપી દેવી જોઈએ. પિતા ક્યારેય પુત્રનું અહિત કરતા નથી, તેમ ભગવાન આપણું ક્યારેય અહિત નહીં કરે તેવો શ્રી સ્વામિનારાયણ ભગવાન પર વિશ્વાસ રાખવાથી માનસિક તણાવમાંથી મુક્ત થઈ શકાય છે. આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ વડોદરા શહેર સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંબંધોને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઈ.સ. ૧૮૧૦માં વડોદરા પધાર્યા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (બીજા)ને શ્રી હરિ પ્રત્યે અત્યંત ભાવ હતો અને તેમણે હાથીની અંબાડી પર શ્રી સ્વામિનારાયણ ભગવાનને બેસાડીને ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં સત્સંગના પ્રવર્તનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો, જે પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે.
    Click here to Read More
    Previous Article
    મોજશોખ માટે ચોરી:સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર જતી મહિલાનું પર્સ ઝૂંટવી 19.43 લાખની ચોરી કરીને આરોપીઓ મુંબઈ અને અજમેર ફરવા ગયા
    Next Article
    ગુજરાતમાં ગેસ પુરવઠો યથાવત હોવાનો સરકારનો દાવો:કોમર્શિયલ PNG કનેક્શનની સંખ્યા વધારાશે, સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment