Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર નજીક ઈકો કારનો બુકડો બોલી ગયો:ચંગાના પાટીયા પાસે બે વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઈકોમાં સવાર માતા-પુત્ર સહિત ત્રણને ઈજા

    17 hours ago

    જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે માલવાહક વાહન અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં મોટી ગોપ ગામના માતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે. પૂરપાટ ઝડપે આવતા માલવાહક વાહને ઇકો કારને ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઈકોને સુઝુકીએ ટક્કર મારી જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના રહેવાસી ઋષિકેશ મહેશ જોશી પોતાની ઇકો કાર (DD-01-C-6007) માં માતા ગૌરીબેન (50) અને ભાભી ક્રિષ્નાબેન (30) સાથે મોટી ગોપથી જામનગર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ચંગા ગામના પાટીયા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી સુઝુકી કેરી માલવાહક ગાડી (GJ-10-TY-1977) ના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. કારનો કચ્ચરઘાણ વળ્યો ટક્કર એટલી પ્રચંડ હતી કે ઇકો કાર માર્ગ પર જ પડીકું વળી ગઈ હતી અને માલવાહક વાહન કાર સાથે અથડાયા બાદ નજીકના વીજપોલ સાથે ટકરાયું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ઋષિકેશ, ગૌરીબેન અને ક્રિષ્નાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહી આ બનાવ અંગે ઋષિકેશ જોશીએ માલવાહક વાહનના ચાલક વિરુદ્ધ પંચકોશી B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.વી. છૈયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણમાં કળાનો સંગમ, મહુવામાં નવોત્તર પ્રયોગ:પીડિલાઇટ અને સરકારના સહયોગથી વિદ્યાર્થીઓએ કૅન્ડી સ્ટીકમાંથી આકર્ષક ફોટો ફ્રેમ બનાવી
    Next Article
    ગુજસીટોક અને ચાર ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો:એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, વડોદરામાં 16 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment