Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં અદિતિ એઆઈ લેબનો પ્રારંભ:એપ્રેન્ટીસશિપ દ્વારા ગ્લોબલ એક્સપોઝર આપી યુવા એન્જિનિયર્સને હાઈ-ટેક પડકારો માટે સજ્જ કરાશે

    8 hours ago

    જરાતના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર વડોદરામાં ટેકનોલોજી ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાયું છે. એઆઈ પાવર ડિજિટલ એન્જિનિયરિંગ ક્ષેત્રની અગ્રણી ટેક કન્સલ્ટિંગ કંપનીએ શહેરમાં 'અદિતિ એઆઈ લેબ' (Aditi AI Lab) કાર્યરત કરી છે. આ લેબનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાધુનિક એપ્રેન્ટીસશિપ અભ્યાસક્રમ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કુશળ એન્જિનિયર્સ તૈયાર કરવાનો છે. પ્રેક્ટિકલ તાલીમ અને મેન્ટરશિપ પર ભાર અદિતિ લેબ્સનું લક્ષ્ય ગુજરાતની યુવા એન્જિનિયરિંગ પ્રતિભાઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન નહીં, પરંતુ વાસ્તવિક જગતના પ્રેક્ટિકલ એઆઈ કૌશલ્યથી સજ્જ કરવાનું છે. આ માટે સંસ્થા દ્વારા યોગ્ય મેન્ટરશિપ પૂરી પાડવામાં આવશે. જે કંપનીઓ હાલમાં એઆઈ ટેકનોલોજી અપનાવી રહી છે, તેમની સતત બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રતિભાઓને ગ્લોબલ એક્સપોઝર આપવામાં આવશે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી શકે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સહભાગી વર્તમાન સમયમાં ઔદ્યોગિક સંસ્થાઓ પોતાની પરંપરાગત કાર્યશૈલીને આધુનિક બનાવી રહી છે. કાર્યો ઓટોમેટિક થાય અને ઇન્ટેલિજન્ટ ડિજિટલ પ્લેટફોર્મનું નિર્માણ થાય તે માટે એઆઈનો સ્વીકાર ઝડપથી વધી રહ્યો છે. અદિતિ લેબ એઆઈ ઈનોવેશનને એવા ઉકેલોમાં ફેરવશે જે સીધા કંપનીઓના વિકાસમાં મદદરૂપ થાય. આ પહેલ શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચેના અંતરને ઘટાડવા માટે એક સેતુ સમાન સાબિત થશે. 12 મહિનાનો ખાસ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ આ લેબ હેઠળ 12 મહિનાનો એક વિશેષ એઆઈ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સ આશાસ્પદ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સને ઉદ્યોગ જગત માટે તૈયાર પ્રોફેશનલ્સમાં પરિવર્તિત કરશે. આ પ્રોગ્રામમાં જોડાનાર યુવાનોને રિયલ-વર્લ્ડ એઆઈ સિસ્ટમ્સ બનાવવાની પ્રત્યક્ષ તાલીમ મળશે. તેઓ ટેલિકોમ, ફિન્ટેક અને મેન્યુફેક્ચરિંગ જેવા મહત્વના ક્ષેત્રોના લાઈવ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. આ ઉપરાંત, ડેટા એન્જિનિયરિંગ, મોડેલ ડેવલપમેન્ટ અને ઓપરેશનલ મોડેલ્સ વિકસાવવાની જટિલ કુશળતા પણ કેળવશે.
    Click here to Read More
    Previous Article
    ચાંગોદરમાં ‘ખેલે સાણંદ’ સીઝન-3:ખો-ખો અને કબડ્ડીની મેચોમાં પીલુપુરા, તાજપુર, સારી અને કોલાટની ટીમો વિજેતા બની
    Next Article
    Kate Middleton And Prince William Surprise Visitors By Serving Coffee At London's Borough Market

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment