Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગસરામાં 'માનસ મેઘાણી' રામકથા:બગસરામાં શિવ વિવાહ પ્રસંગે ઉમટ્યા ભાવિકો, અનેક સાહિત્યિક કૃતિઓનું કરાયું લોકાર્પણ

    10 hours ago

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને તપોભૂમિ ગણાતા બગસરાના આંગણે પૂજ્ય મોરારિબાપુના વ્યાસપીઠે ગવાઈ રહેલી "માનસ મેઘાણી" રામકથા તેના સાતમા દિવસે ભક્તિ અને સાહિત્યના અનોખા સંગમ સમાન બની રહી હતી. કથાના સાતમા દિવસે શિવ વિવાહના પ્રસંગે શ્રોતાઓ કરુણા અને આનંદના સાગરમાં હિલોળા લેતા જોવા મળ્યા હતા. મેઘાણી: એક શબ્દથી આકાશને બાથમાં લેનાર સર્જક પૂજ્ય મોરારિબાપુએ મેઘાણીના સાહિત્યિક કદ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મેઘાણી માત્ર એક શબ્દ દ્વારા આખું આકાશ પોતાની બાથમાં લઈ લેવાની ક્ષમતા ધરાવે છે. બાપુએ ઉમેર્યું કે, "મેઘાણીનો શબ્દ સીધો હૃદયને સ્પર્શ કરે છે, જેમાં કોઈ જાતિ વિકાર નથી. તેઓ આપણી સંસ્કૃતિનું મોંઘુ ઝવેરાત છે." બાપુએ પોતાની જીવનશૈલીના 5 મહત્વના અંગો – પાટ, પાટલો, પોથી, પાટિયું અને પ્રવચનનો ઉલ્લેખ કરીને મેઘાણીના શબ્દોની ગરિમા ગાઈ હતી. શિવ વિવાહના પ્રસંગે કરુણા સભર માહોલ કથાના ક્રમમાં આજે સતીના પુનઃજન્મ બાદ હિમાલયને ત્યાં પાર્વતી રૂપે થયેલું અવતરણ અને ત્યારબાદ ભગવાન શિવ સાથેના વિવાહનો પ્રસંગ બાપુએ અત્યંત ભાવુક રીતે રજૂ કર્યો હતો. આ દિવ્ય પ્રસંગ સાંભળીને ઉપસ્થિત વિશાળ જનમેદની ભાવવિભોર થઈ ગઈ હતી. સાહિત્યિક કૃતિઓનું લોકાર્પણ અને મહાનુભાવોની ઉપસ્થિતિ કથાના પ્રારંભમાં વિવિધ સાહિત્યિક પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બહાદુરભાઈ વાળાની રચના 'કલબલિયા', ડો. વિક્રમભાઈ પુજાબાપુ વાળાની કૃતિ 'અલખના આરાધક', ડો. સંજય દવે લિખિત 'લોક સંવેદના સર્જક મેઘાણી' અને નીતિન વડગામા સંપાદિત 'રામકથા માનસ સંવાદ'નું વિમોચન થયું હતું. આ પ્રસંગે સાહિત્યકારો, પત્રકારો અને કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોમાં અભેસિંગ રાઠોડ, ચલાલાના મહંત પૂજ્ય મહાવીર બાપુ, સતાધારના પૂજ્ય મહંત વિજય બાપુ તથા મેઘાણીના પૌત્ર નાનકભાઈ મેઘાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા, જેના કારણે બગસરા ભક્તિમય બની ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    દેશમાં ડેટા સેન્ટરોની વીજળીની માગ 800% વધશે:2031-32 સુધીમાં 13.56 ગીગાવોટની જરૂર પડશે, AI-ડિજિટલ સેવાઓના ઉપયોગમાં ધરખમ વધારો
    Next Article
    અઘાર નજીક અકસ્માતમાં 37 વર્ષીય યુવકનું મોત:રોડ ક્રોસ કરતા બાઈકે ટક્કર મારી, પિતાની નજર સામે દુર્ઘટના સર્જાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment