Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુલદીપ યાદવન લગ્નમાં ચહલની બાલ્કનીમાં વાંદરાઓ ઘૂસ્યા:વિન્ટેજ કારમાં નીકળશે ક્રિકેટરનો વરઘોડો, દિલ્હીના ઢોલનું ભાડું એક લાખ રૂપિયા

    1 day ago

    ક્રિકેટર કુલદીપ યાદવ આજે (14 માર્ચ) પોતાની બાળપણની મિત્ર વંશિકા સિંહ સાથે લગ્ન કરી રહ્યો છે. મસૂરી સ્થિત ITC સેવોય હોટલમાં છેલ્લા ત્રણ દિવસથી વિધિઓ ચાલી રહી છે. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલના રૂમની બાલ્કનીમાં વાંદરાઓ ઘૂસી આવ્યા હતા, જેમને તેણે ફળ આપ્યા હતા. હોટલમાં મંડપને ખાસ ફૂલોથી સજાવવામાં આવ્યો છે, જે કોલકાતાથી ગાવવામાં આવ્યા છે. જાન માટે ખાસ 'વિન્ટેજ કાર' ગાવવામાં આવી છે. તો વળી બેન્ડ-વાજા માટે દિલ્હીથી ખાસ 6 સભ્યોની ઢોલ વગાડતી ટીમ ગુરુવારથી જ મસૂરી પહોંચી ગઈ છે. આ પહેલા શુક્રવારે રાત્રે સંગીત અને કોકટેલ પાર્ટીમાં ક્રિકેટર સુરેશ રૈના, રિંકુ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે વરરાજા સાથે ડાન્સ કર્યો હતો. સમારોહમાં દિલ્હીથી આવેલા સૂફી સિંગર અને લાઈવ પરફોર્મર બિસ્મિલ દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવી હતી. મોડી રાત સુધી હોટલ પરિસરમાં જશ્નનો માહોલ રહ્યો હતો. આ દરમિયાન સવારે સુરેશ રૈના સમારોહમાં હાજરી આપીને પરત ફર્યો હતો. શનિવારે સવારે મોહમ્મદ કૈફ પણ મસૂરી પહોંચી ગયો છે. સવારે મહેમાનોને નાસ્તામાં કાનપુરની સ્પેશિયલ ખસ્તા કચોરી અને દાળના વડા પીરસવામાં આવ્યા હતા. સાંજે થશે મુખ્ય લગ્નની વિધિઓ કાર્યક્રમ અનુસાર સાંજે 4 વાગ્યે સાફા બંધાઈની વિધિ થશે. ત્યારબાદ 5 વાગ્યે જાન નીકળશે, 6 વાગ્યે વરમાળા અને રાત્રે 8 વાગ્યે ફેરા થશે. ફેરા પછી મોડી રાત સુધી મંડપની અન્ય પરંપરાગત વિધિઓ પૂર્ણ કરવામાં આવશે. લગ્ન સમારોહમાં ક્રિકેટ જગતમાંથી ઘણા મોટા નામો હાજર રહી શકે છે. તેમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સામેલ થવાની સંભાવના છે. લગ્નનાં PHOTOS… કુલદીપ યાદવના લગ્નની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Kuldeep Yadav Wedding LIVE : वंशिका के साथ शादी के बंधन में बंधेंगे कुलदीप, कितनी शाही होगी शादी?
    Next Article
    ઈરાને કહ્યું- વોર શિપ પર હુમલાનો બદલો લઈશું:જહાજ ભારતથી પરત ફરી રહ્યું હતું, અમેરિકાના હુમલામાં નેવીના 104 જવાનો માર્યા ગયા હતા; નેધરલેન્ડમાં યહૂદી સ્કૂલ પાસે હુમલો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment