Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ રેલવે પોલીસે ગુમ માતા-બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું:ઘરેથી નીકળી ગયેલી યુવતી અને બાળકીને સુરક્ષિત પરત સોંપાઈ

    9 hours ago

    ભરૂચ રેલવે પોલીસ અને શી ટીમે સતર્કતા દાખવી ઘરેથી નીકળી ગયેલી એક યુવતી અને તેની નાનકડી બાળકીનું પરિવાર સાથે ભાવુક પુનઃમિલન કરાવ્યું હતું. રેલવે ટ્રેનો અને રેલવે હદ વિસ્તારમાં મહિલાઓ તથા બાળકો સામેના ગુનાઓ અટકાવવા માટે વિશેષ સૂચનાઓ અપાઈ છે. આ માર્ગદર્શન હેઠળ, ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈના નેતૃત્વમાં પોલીસ ટીમ સતત કાર્યરત છે. તારીખ 13 માર્ચ, 2026ના રોજ બપોરે આશરે 12 વાગ્યે એક મુસાફરે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનને એક યુવતી અને તેની નાનકડી બાળકી વિશે જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીની ઉંમર 22 વર્ષ અને તે બોરીવલી વેસ્ટ, મુંબઈની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેની સાથે આશરે 3 વર્ષની બાળકી હતી. પોલીસે યુવતીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેને પોતાના પિયરમાં ભાઈના લગ્ન પ્રસંગે જવાનું હતું. જોકે, તેણે ઘરમાં કોઈને જાણ કર્યા વિના દીકરીને સાથે લઈ "આંગણવાડી જઈ રહી છું" એમ કહી ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ તે કોઈ ટ્રેનમાં બેસીને ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી ભરૂચ રેલવે પોલીસે યુવતીને સમજાવી તેના પતિનો મોબાઈલ દ્વારા સંપર્ક કર્યો. પતિને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા. જરૂરી દસ્તાવેજો અને નિવેદન લીધા બાદ યુવતી પોતાની ઈચ્છાથી પતિ સાથે ઘરે જવા તૈયાર થઈ હતી. પોલીસે યોગ્ય કાર્યવાહી પૂર્ણ કરીને યુવતી અને તેની બાળકીનો કબજો તેના પતિને સોંપ્યો હતો. લાંબા સમય પછી પરિવારનું પુનઃમિલન થતાં ભાવુક ક્ષણો સર્જાયા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં જીવલેણ અકસ્માતોની વણઝાર:BRTS ટ્રેકમાં ચાલવા નીકળેલા 23 વર્ષના યુવકને બુલેટે ઉડાવ્યો; દાણીલીમડામાં નમાઝ પઢીને આવતા વૃદ્ધનું ઘરના દરવાજે જ મોત
    Next Article
    સર્કિટ હાઉસમાં ગંગાજળ છાંટી શુદ્ધિકરણ:રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર દ્વારા લાંચ માંગવાના મામલે કોંગ્રેસનો રામધૂન બોલાવી આશ્ચર્યજનક વિરોધ,પોલીસ દ્વારા ટીંગાટોળી સાથે અટકાયત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment