Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં જીવલેણ અકસ્માતોની વણઝાર:BRTS ટ્રેકમાં ચાલવા નીકળેલા 23 વર્ષના યુવકને બુલેટે ઉડાવ્યો; દાણીલીમડામાં નમાઝ પઢીને આવતા વૃદ્ધનું ઘરના દરવાજે જ મોત

    11 hours ago

    અમદાવાદ શહેરમાં વધતા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં ઠક્કરનગર બીઆરટીએસ ટ્રેકમાં ચાલી રહેલા યુવકને પૂરઝડપે એક બુલેટ ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે 23 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત કરનાર બુલેટ ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે જી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘરેથી જમીને ચાલવા બહાર નીકળ્યો અને બુલેટ ચાલકે ઉડાવ્યો શહેરના હીરાવાડી વિસ્તારમાં રહેતો 23 વર્ષનો સાહિલ રાદડિયા નિકોલ ખાતે આવેલા મોતીલાલ ઓસ્વાલ ખાતે શેરબજારનો કામ કરતો હતો. ગત મોડી રાત્રે સાહિલ તેના ઘરેથી જમીને ચાલવા માટે બહાર નીકળ્યો હતો. આ દરમિયાન ઠક્કરનગર BRTS ટ્રેકમાં સાહિલ ચાલી રહ્યો હતો. ત્યારે એક બુલેટ બાઈકના ચાલકે પૂરઝડપે સાહિલને ટક્કર મારી હતી, જેના કારણે સાહિલ નીચે પટકાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, સાહિલને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે લોહી નીકળવા લાગ્યું હતું. અકસ્માત કરનાર બુલેટ ચાલક પણ બુલેટ પરથી પડ્યો હતો સાહિલનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત કરનાર બુલેટ ચાલક પણ બુલેટ પરથી પડ્યો હતો. જેના કારણે બુલેટ ચાલકને પણ ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે બુલેટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વૃદ્ધને ટુ-વ્હીલર ચાલકે ટક્કર મારતા ઘરના દરવાજે જ મોત અન્ય કિસ્સામાં દાણીલીમડા વિસ્તારમાં શક્તિ સોસાયટીમાં રહેતા નૂર મોહમદ રાતના 8 વાગ્યે મસ્જિદમાં નમાઝ માટે ગયા હતા.રાતે 10 વાગ્યે નમાઝ કરીને પરત આવી રહ્યા હતા, ત્યારે તેમના ઘર મેઈન દરવાજા પાસે પહોચતા જ એક સફેદ કલરના બર્ગમેન ચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. બર્ગમેનની ટક્કર બહાર રમી રહેલી 4 વર્ષની બાળકી અને નૂરમોહમદને વાગતા બાળકીને ઇજા થઈ હતી. જ્યારે નૂરમોહમદને માથાના ભાગે ગંભીર ઇજા થતા પરિવારના સભ્યો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન નૂરમોહમદનું મોત થયું હતું. કે.ડિવિઝન ટ્રાફિક પોલીસે ટૂ-વ્હીલર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કેસર કેરી પર જોખમ તોળાઈ રહ્યું છે:બે દિવસ વરસાદની આગાહી; જીરું, ઘઉં, ચણા સહિતનાં પાકને નુકસાનની ભીતિ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમીમાં આંશિક રાહત
    Next Article
    ભરૂચ રેલવે પોલીસે ગુમ માતા-બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું:ઘરેથી નીકળી ગયેલી યુવતી અને બાળકીને સુરક્ષિત પરત સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment