Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બટાકાના ભાવ તળિયે જતાં જગતનો તાત આર્થિક સંકટમાં:વિજાપુરના ખેડૂતે કહ્યું- જો સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાથ ઈચ્છતી હોય તો રાહત પેકેજ જાહેર કરે

    13 hours ago

    મહેસાણા જિલ્લાનું વિજાપુર અને તેનો કાંઠા વિસ્તાર જે ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ગત વર્ષે જે બટાકા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા, તે જ આ વર્ષે ખેડૂતોની કમર તોડી રહ્યો છે. બજારમાં બટાકાના ભાવમાં 60 ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાતા ખેડૂતો પાયમાલ થવાનાં આરે છે. ખર્ચ વધ્યો અને ઉત્પાદન ઘટ્યું સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે બિયારણ, ખાતર, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં ધરખમ વધારો થયો છે. એક વીઘા દીઠ ખેતીનો ખર્ચ રૂ. 30,000થી રૂ. 35,000 સુધી પહોંચ્યો છે, જેની સામે માંડ રૂ. 20,000ની આવક થઈ રહી છે. ગત વર્ષે પ્રતિ 20 કિલો (એક મણ)ના ભાવ રૂ. 250થી રૂ. 450 સુધી મળતા હતા, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર રૂ. 80થી રૂ. 150ની વચ્ચે આવી ગયા છે. હરીપુરા જેવા ગામોમાં તો સ્થિતિ એવી છે કે, વેપારીઓ રૂ. 100માં પણ માલ લેવા તૈયાર નથી, પરિણામે ખેતરોમાં બટાકાના પહાડ જેવા ઢગલા ખડકાયા છે. કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ, વેપારીઓની ઉદાસીનતા મબલખ ઉત્પાદનને કારણે વિસ્તારના તમામ કોલ્ડ સ્ટોરેજ હાલ હાઉસફુલ થઈ ગયા છે, જેના કારણે સંગ્રહ કરવાની પણ જગ્યા નથી. બીજી તરફ ગત વર્ષની સરખામણીએ બજારમાં સ્ટોક વધુ હોવાથી વેપારીઓ પણ ખરીદીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, હવે મજૂરોના પૈસા ચૂકવવા પણ લોઢાના ચણા ચાવવા જેવું કામ બની ગયું છે. સરકાર પાસે સહાયની માગ વિજાપુર APMCના ચેરમેન રાજુ પટેલે પણ ખેડૂતોની વહારે આવતા સરકારને નમ્ર અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો અત્યારે ગંભીર આર્થિક સંકટમાં છે. ત્યારે સરકારે ટ્રાન્સપોર્ટેશન અથવા અન્ય કોઈ રીતે તાત્કાલિક સહાય જાહેર કરવી જોઈએ. હરીપુરાના ખેડૂત ઝવેર પટેલે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે, જો સરકાર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખેડૂતોનો સાથ ઈચ્છતી હોય તો સરકારે તુરંત રાહત પેકેજ જાહેર કરી ખેડૂતોની સામે જોવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    હમાસે કહ્યું- ઈરાન પડોશીઓ પર હુમલો રોકે, ભાઈચારો જાળવી રાખે:ઇરાકમાં અમેરિકી દૂતાવાસ પર મિસાઈલ હુમલો; દુબઈમાં ફરી એરસ્ટ્રાઇક, નેધરલેન્ડમાં યહૂદી સ્કૂલ પાસે હુમલો
    Next Article
    કેસર કેરી પર જોખમ તોળાઈ રહ્યું છે:બે દિવસ વરસાદની આગાહી; જીરું, ઘઉં, ચણા સહિતનાં પાકને નુકસાનની ભીતિ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમીમાં આંશિક રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment