Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગત વર્ષે ‘સોનું’ બનેલા બટાકા આજે ‘માટીના મોલે’:બટાકાના ભાવ તળિયે જતાં જગતનો તાત આર્થિક સંકટમાં; વિજાપુરના ખેડૂતોએ સરકાર પાસે મદદ માગી

    2 days ago

    મહેસાણા જિલ્લાનું વિજાપુર અને તેનો કાંઠા વિસ્તાર જે ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ગત વર્ષે જે બટાકા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા, તે જ આ વર્ષે ખેડૂતોની કમર તોડી રહ્યો છે. બજારમાં બટાકાના ભાવમાં 60 ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાતા ખેડૂતો પાયમાલ થવાનાં આરે છે. ખર્ચ વધ્યો અને ઉત્પાદન ઘટ્યું સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે બિયારણ, ખાતર, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં ધરખમ વધારો થયો છે. એક વીઘા દીઠ ખેતીનો ખર્ચ રૂ 30,000થી રૂ35,000 સુધી પહોંચ્યો છે, જેની સામે માંડ રૂ 20,000ની આવક થઈ રહી છે. ગત વર્ષે પ્રતિ 20 કિલો (એક મણ)ના ભાવ રૂ. 250થી રૂ. 450 સુધી મળતા હતા, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર રૂ. 80થી રૂ.150ની વચ્ચે આવી ગયા છે. હરીપુરા જેવા ગામોમાં તો સ્થિતિ એવી છે કે, વેપારીઓ રૂ. 100માં પણ માલ લેવા તૈયાર નથી, પરિણામે ખેતરોમાં બટાકાના પહાડ જેવા ઢગલા ખડકાયા છે. કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ, વેપારીઓની ઉદાસીનતા મબલખ ઉત્પાદનને કારણે વિસ્તારના તમામ કોલ્ડ સ્ટોરેજ હાલ હાઉસફુલ થઈ ગયા છે, જેના કારણે સંગ્રહ કરવાની પણ જગ્યા નથી. બીજી તરફ ગત વર્ષની સરખામણીએ બજારમાં સ્ટોક વધુ હોવાથી વેપારીઓ પણ ખરીદીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, હવે મજૂરોના પૈસા ચૂકવવા પણ લોઢાના ચણા ચાવવા જેવું કામ બની ગયું છે. સરકાર પાસે સહાયની માગ વિજાપુર APMCના ચેરમેન રાજુ પટેલે પણ ખેડૂતોની વહારે આવતા સરકારને નમ્ર અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો અત્યારે ગંભીર આર્થિક સંકટમાં છે. ત્યારે સરકારે ટ્રાન્સપોર્ટેશન અથવા અન્ય કોઈ રીતે તાત્કાલિક સહાય જાહેર કરવી જોઈએ. હરીપુરાના ખેડૂત ઝવેર પટેલે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે, જો સરકાર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખેડૂતોનો સાથ ઈચ્છતી હોય તો સરકારે તુરંત રાહત પેકેજ જાહેર કરી ખેડૂતોની સામે જોવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ AIIMSના ઈન્ટર્ન ડૉક્ટરનો આપઘાત:ટ્રેન નીચે આવી જીવન ટૂંકાવ્યું, મેન્ટલી ડિસ્ટર્બ હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ; દોઢ મહિના પહેલા ગ્રામજનોએ સુસાઇડ કરતા બચાવ્યો હતો
    Next Article
    કાકાએ સગીર ભત્રીજીને ગર્ભનિરોધક ગોળીઓ ખવરાવી 5 મહિના દુષ્કર્મ આચર્યું:પેટમાં દુઃખાવો ઉપડતા ભાંડો ફૂટ્યો, પત્ની રિસામણે હોય આરોપી ભાઈ-ભાભી સાથે રહેતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment