Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખનિજ ચોરીનો આરોપી જેલ હવાલે:ચોટીલા નાયબ કલેક્ટરે પ્રતાપ બોરીચાને લીંબડી સબ જેલમાં મોકલ્યો

    9 hours ago

    ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ગેરકાયદેસર ખનિજ ચોરી અને સરકારી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવાના આરોપી પ્રતાપ ઉર્ફે લાલો આપાભાઈ બોરીચા (રહે. થાનગઢ) ને લીંબડી સબ જેલ હવાલે કર્યો છે. આરોપી જામીન રજૂ કરવામાં નિષ્ફળ રહેતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસની વિગત મુજબ, ગત તારીખ 24 ડિસેમ્બર, 2025 ના રોજ ચોટીલા મામલતદાર કચેરીનો સ્ટાફ તપાસના કામે હતો. તે દરમિયાન આરોપી પ્રતાપ બોરીચા કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો અને ગેરકાયદેસર ખનિજ ચોરી માટે રેકી કરતો હતો. જ્યારે કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તેમની સાથે ઝપાઝપી કરી, માથાકૂટ કરી અને ધમકીઓ આપી હતી. આ ઘટના બાદ, નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ 26 ડિસેમ્બર, 2025 ના રોજ આરોપીની ધરપકડ માટે વોરંટ ઇસ્યુ કર્યું હતું. થાનગઢ પોલીસે આરોપીને ધરપકડ વોરંટની અમલવારી માટે આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 135 (1) મુજબ આરોપીને 26 ડિસેમ્બર, 2026 ના રોજ ઇસ્યુ કરાયેલો હુકમ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. ત્યારબાદ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 135 (3) હેઠળ તપાસ હાથ ધરી, આરોપીને સરકારી કર્મચારી વર્ગ 3 ના રૂપિયા 50,000 ના જામીન રજૂ કરવાનો લેખિત હુકમ કરવામાં આવ્યો હતો, જે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી માન્ય રહે. જોકે, પ્રતાપ ઉર્ફે લાલો બોરીચા માંગ્યા મુજબના જામીન રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. આથી, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આરોપીનું જેલ વોરંટ ભરી થાનગઢ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ.સી. ચાવડાને બજવણી અર્થે આપી, આરોપીને લીંબડી સબ જેલ હવાલે મોકલી આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બંગાળી કારીગરોની દારૂ-નોનવેજની મહેફિલ પર જનતા રેડ:કાલુપુરમાં પરપ્રાંતિયોને દારૂ પીતા-નોનવેજ ખાતા પકડ્યા, સ્થાનિકે વીડિયો બનાવી પોલીસને બોલાવી
    Next Article
    Opinion: Opinion | Trump And The Rise Of A Supposedly Unipolar America

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment