Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળી કારીગરોની દારૂ-નોનવેજની મહેફિલ પર જનતા રેડ:કાલુપુરમાં પરપ્રાંતિયોને દારૂ પીતા-નોનવેજ ખાતા પકડ્યા, સ્થાનિકે વીડિયો બનાવી પોલીસને બોલાવી

    9 hours ago

    અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા કાલુપુરની ધના સુથારની પોળમાં મોડી રાત્રે બંગાળી કારીગરો દ્વારા માણવામાં આવતી દારૂ અને નોનવેજની મહેફિલ પર સ્થાનિકે રેડ પાડી હતી. અંબાજી માતાના મંદિર પાસે આવેલી ચોખાવટીયાની પોળમાં ચાલતી આ મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં કાલુપુર પોલીસ દોડતી થઈ હતી, જોકે પોલીસે મહેફિલના બદલે માત્ર પીધેલાનો ગુનો નોંધી સંતોષ માનતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે. પરપ્રાંતિય કારીગરોની પોલીસ નોંધણી અને મકાનમાલિકોની બેદરકારી સામે પણ સવાલો ઉભા થયા છે. દારૂ અને નોનવેજની મહેફિલને લઈને સ્થાનિકે દરોડો પાડ્યો અમદાવાદના કોટ વિસ્તાર એવા ખાડિયા અને કાલુપુર વિસ્તારમાં ચાંદીની ભઠ્ઠીઓ આવેલી છે, જેમાં બંગાળ અને અન્ય રાજ્યોમાંથી કારીગરો નોકરી માટે આવતા હોય છે. કાલુપુરના ધના સુથારની પોળમાં મકાનમાં રહેતા બંગાળીઓ દ્વારા દારૂ અને નોનવેજની મહેફિલ માણવામાં આવતી હોવાને લઈને સ્થાનિકે દરોડો પાડ્યો હતો. 'દારૂની મહેફિલનો નહીં પરંતુ પીધેલાનો કેસ કર્યો' કાલુપુર પોલીસ સ્ટેશનના PI એચ. આર વાઘેલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દારૂના ક્વાર્ટર મળી આવ્યા હતા જેથી તેમના સામે દારૂની મહેફિલનો નહીં પરંતુ પીધેલાનો કેસ કર્યો છે અને તેઓ રોજ રૂટિનમાં નોનવેજ ખાતા જ હોય છે. બંગાળી કારીગરોની અને ભાડે રહેતા હોવા અંગેની પોલીસ સ્ટેશનમાં નોંધણી કરવામાં આવી છે કે નહીં એની તપાસ કરવી પડશે. જો નોંધણી નહીં કરવામાં આવેલી હોય તો મકાનમાલિક વિરુદ્ધ કાર્યવાહી કરીશું. ભૂતકાળમાં રજૂઆતો આવી હતી ત્યારે અમે કાર્યવાહી કરી હતી. અત્યારે હાલમાં કોઈ રજૂઆત આવી નથી. ત્રણ-ચાર લોકો બેસીને દારૂ નોનવેજ ખાઈ રહ્યાં હતા અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ધના સુથારની પોળમાં ચોખાવટીયાની પોળ આવેલી છે. જેમાં એક મકાનમાં કેટલાક બંગાળી કારીગરો રહે છે, જેનાથી સ્થાનિક મૂળના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. પરપ્રાંતિયો બહારથી લોકોને બોલાવીને દારૂની મહેફિલ માણતા હોવાને લઈને ગઈકાલે 13 માર્ચના રોજ મોડી રાત્રે સ્થાનિક રહીશ દ્વારા બંગાળી કારીગરોની રાત્રે ચાલતી દારૂ અને નોનવેજની મહેફિલ પર દરોડો પાડ્યો હતો. પોલીસને દારૂની મહેફિલ ચાલતી હોવાથી અંગે જાણ કરવામાં આવી હતી. સ્થાનિક વ્યક્તિએ વીડિયો પણ ઉતાર્યો હતો. જેમાં દારૂના ક્વાર્ટર પડેલા હતા અને ત્રણથી ચાર લોકો બેસીને નોનવેજ પણ ખાઈ રહ્યાં હોવાનું બતાવવામાં આવ્યું હતું. સ્થાનિકે ઉતારેલા વીડિયોમાં ઘરની સ્થિતિ શું હતી? યુવકે વીડિયો ઉતારવાનું ચાલુ કર્યું ત્યારે ત્યાં ત્રણ લોકો નોનવેજ જમવા બેઠા હતા જ્યારે બાજુમાં એક-બે વ્યક્તિ નશાની હાલતમાં બેઠા દેખાઈ રહ્યાં હતા. સાથે દારૂના ક્વાર્ટર પણ વીડિયોમાં દેખાડતા યુવક બોલતો હતો કે, દારૂ પીવાના ધંધા કરો છો, પીવા માટે લોકોને બહારથી બોલાવો છો અને ગાડીઓ વચ્ચે મૂકી દો છો. જુઓ આ બધા બહારથી આવીને દારૂ પીવે છે. બંગાળી સમાજના લોકોને લોકો ઘર આપે છે અને બધા દારૂ પીવે છે. આમના શેઠને બોલાવો. બે-ત્રણ વાગ્યા સુધી ગાડીઓ વચ્ચે મુકો છો અને આ બધા ધંધા કરો છો. બધાને કાલુપુર પોલીસમાં આપવાના છે. 'સાહેબ સામે ઊભા છે અને કાયદો હાથમાં લઈ લઉં એવું થઈ ગયું છે' જ્યારે અન્ય એક વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો જેમાં નોનવેજ ખાય છે અને પોલીસ આવ્યા એટલે નોનવેજ સંતાડી દીધું. સાહેબ સામે ઊભા છે અને કાયદો હાથમાં લઈ લઉં એવું થઈ ગયું છે. દારૂના બાટલા પણ મળ્યા છે. ભાડે કેટલા લોકો રહે છે એ તો ખબર જ નથી. લોકોને બહારથી બોલાવીને નોનવેજ ખાય છે અને દારૂ પીવે છે. યુવકે આ વીડિયો બનાવી વાઇરલ પણ કર્યો હતો અને પોલીસને આપવામાં આવતા કાલુપુર પોલીસે દારૂ પીધેલા હોવા અંગેનો કેસ કર્યો છે. પોલીસની નિષ્ક્રિયતાને લઈ સ્થાનિકોએ જાતે રેડ પાડવી પડે તેવી સ્થિતિ કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તાર કોટ વિસ્તાર છે, જેમાં અનેક નાના મોટા ગોડાઉન આવેલા છે. જેમાં બહારથી પરપ્રાંતિય લોકો કારીગર તરીકે નોકરી કરે છે અને કેટલાક લોકો મકાન ભાડે રાખીને રહે છે. વારંવાર કારીગરો માલ સામાન અને પૈસા લઈને જતા રહેતા હોવા અંગેની પણ ઘટના બને છે, જ્યારે મકાન ભાડે રાખેલા હોય છે તેમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, પરંતુ કાલુપુર પોલીસની નિષ્ક્રિયતાના કારણે સ્થાનિક લોકોને જાતે દરોડા પાડવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જે લોકો દુકાનો ગોડાઉનમાં બહારના રાજ્યમાંથી આવતા કારીગરોને નોકરીએ રાખે છે તેમની નોંધણી કરાવીને પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે, પરંતુ મોટાભાગના કારીગરોની કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધ ન હોવા અંગેનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    LPG સંકટઃ એજન્સીઓ પર રાતથી જ લાઇનો લાગી:સરકારની અપીલ- PNG વાપરો, હોટલ-રેસ્ટોરાં બંધ થવાને આરે; હોર્મુઝમાં ફસાયેલા 20 ટેન્કરોથી વધી આશા
    Next Article
    ખનિજ ચોરીનો આરોપી જેલ હવાલે:ચોટીલા નાયબ કલેક્ટરે પ્રતાપ બોરીચાને લીંબડી સબ જેલમાં મોકલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment