Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથના જળાશયોમાં જુલાઈ સુધી પૂરતું પાણી:પીવા અને સિંચાઈની ચિંતા ટળી, વરસાદ ખેંચાશે તો કાપ શક્ય

    12 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાની શરૂઆત વચ્ચે પાણીની સ્થિતિ રાહતભરી છે. જિલ્લાના પાંચેય મુખ્ય જળાશયોમાં હાલ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી, પીવાના પાણી અને ખેતી માટેની સિંચાઈની ચિંતા મોટાભાગે ટળી છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, વર્તમાન સ્થિતિ મુજબ જુલાઈ મહિના સુધી પાણી પુરવઠો સરળતાથી ચાલુ રાખી શકાય તેમ છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર જે.કે. કારાવદરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના પાંચેય જળાશયોની વર્તમાન સ્થિતિ સંતોષકારક છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે, જો આગામી જૂન અને જુલાઈ મહિનામાં ચોમાસું મોડું પડે અથવા વરસાદ ઓછો પડે તો પાણી વ્યવસ્થાપન માટે કડક પગલાં લેવાની જરૂર પડી શકે છે. ગીર જંગલ વિસ્તારમાં આવેલો હિરણ-1 ડેમ, જે કમલેશ્વર ડેમ તરીકે પણ ઓળખાય છે, તે હાલ 97.92 ટકા ભરાયેલો છે. આ ડેમમાં અંદાજે 100 એમસીએફટી પાણીનો જથ્થો ગીરના વન્યજીવો માટે આરક્ષિત રાખવામાં આવે છે. આ ઉપરાંત, તાલાળા અને મેંદરડા તાલુકાના નવ ગામોને સિંચાઈ માટે પણ આ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. જિલ્લાનો સૌથી મોટો જળાશય હિરણ-2 ડેમ વેરાવળ નજીક ઉમરેઠી ગામે આવેલો છે અને હાલ 77.74 ટકા ભરાયેલો છે. આ ડેમમાંથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા 55 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ અને સુત્રાપાડા નગરપાલિકાને પણ પીવાનું પાણી અહીંથી આપવામાં આવે છે. હિરણ-2 ડેમમાંથી વેરાવળ અને તાલાળા તાલુકાના 23 ગામોને સિંચાઈ માટે પાણી મળે છે. ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ, સુત્રાપાડા અને ઇન્ડિયન રેયોન ઇન્ડસ્ટ્રીઝ, વેરાવળને પણ આ જળાશયમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. કોડીનાર તાલુકાનો શિંગોડા ડેમ હાલ 78.82 ટકા ભરાયેલો છે, જેમાંથી 12 ગામોને સિંચાઈ માટે અને 23 ગામોને પીવાના પાણીનો પુરવઠો થાય છે. ગીર ગઢડામાં આવેલો મચ્છુન્દ્રી ડેમ 89.32 ટકા ભરાયેલો છે અને તેમાંથી 21 ગામોને સિંચાઈ તથા 32 ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે. ઉના તાલુકાનો રાવલ ડેમ 93.74 ટકા ભરાયેલો છે, જ્યાંથી 16 ગામોને સિંચાઈ અને આશરે 70 ગામોને પીવાના પાણીનો પુરવઠો કરવામાં આવે છે. આમ, જિલ્લાના પાંચેય જળાશયોમાં હાલ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની મોટી સમસ્યા ઊભી થવાની શક્યતા નથી. જોકે, જો ચોમાસું મોડું પડે તો પાણીના સંચાલન માટે કેટલાક નિયંત્રણાત્મક પગલાં લેવા પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત:એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલ
    Next Article
    લેકલર ઇન્ડિયાએ દિવ્યાંગ બાળકો માટે 10 લાખ આપ્યા:દહેજમાં CSR હેઠળ અસ્મિતા વિકાસ કેન્દ્રને ચેક અર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment