Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એપીગ્રલ લિમિટેડ દ્વારા 10 દિવ્યાંગ બાળકોને દત્તક:CSR હેઠળ આગામી એક વર્ષ માટે વાર્ષિક સહાય અપાશે

    4 days ago

    ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આવેલી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનો દિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થામાં એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. દહેજ સ્થિત એપીગ્રલ લિમિટેડ દ્વારા CSR પહેલ હેઠળ સંસ્થામાં રહેતા 10 મનો દિવ્યાંગ બાળકોને આગામી એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા છે. કંપની દ્વારા આ બાળકોના વિશિષ્ટ શિક્ષણ, આરોગ્ય, પોષણ, રહેઠાણ અને દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવા અને યુનિટ હેડ રાકેશ દવેએ જણાવ્યું હતું કે, નબળા અને વિશેષ જરૂરિયાત ધરાવતા વર્ગોના કલ્યાણ માટે કંપની સતત પ્રયત્નશીલ રહેશે. આ ઉપરાંત, કંપનીના મિકેનિકલ વિભાગ દ્વારા એક બાળકને દત્તક લેવામાં આવ્યું હતું. કંપનીના અધિકારીઓ વિજય વાસુદેવા, નવનીત ગુપ્તા અને ગોપાલ ખત્રી દ્વારા પણ એક-એક બાળકીને દત્તક લેવામાં આવી છે. આ પ્રસંગે કંપનીના ફાઉન્ડર અને ચેરમેન જયંતિ પટેલે જણાવ્યું હતું કે, સમાજના વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઉદ્યોગ જગત અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનો સમન્વય અનિવાર્ય છે. અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રમુખ મગન હનિયા અને મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવ ભટ્ટે આ પહેલને આવકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, મનો દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ અને પુનર્વસન માટે કોર્પોરેટ ક્ષેત્રનો સહયોગ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. દાતાઓના સહકારથી સંસ્થા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ
    Next Article
    02 કરોડથી વધુની નકલી નોટનો કેસ:પ્રદીપ જોટાંગીયાની જામીન અરજી નકારતી અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment