Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસીસ:ઓપરેશન ‘બ્લીડ ઇન્ડિયા’: બાળકોમાં આજીવન ડર પેદા કરવા શાળાઓમાં બોમ્બ મૂક્યાના ઇ-મેઇલ કરાયા

    12 hours ago

    અમદાવાદ સહિત ગુજરાત અને દેશના અનેક રાજ્યોની શાળા, કોર્ટ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઈલમાં અમદાવાદ સાયબર ક્રાઈમને સ્ફોટક વિગતો હાથ લાગી છે. સાયબર ક્રાઈમે આ મેઈલ જ્યાંથી થઈ રહ્યાં છે તે એપી સેન્ટર શોધી કાઢીને ભારતની સર્વોચ્ચ સુરક્ષા એજન્સીઓને તેના પુરાવા પણ પહોંચાડ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, આ એક સાયકોલોજિકલ યુદ્ધ છે જે રશિયા પણ વર્તમાન સમમયાં યુક્રેન સાથે લડી રહ્યું છે. આપણો દુશ્મન દેશ પણ “બ્લિડ ઈન્ડિયા વીથ થાઉઝન્ડ્સ કટ”ની વિચારધારાથી ભારતને આ પ્રકારને નુકશાન પહોંચાડી રહ્યો છે. જેને દુનિયાભરના અહેવાલોમાં ‘લો કોસ્ટ’ યુદ્ધ માનવામાં આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમે ચારેક દિવસ અગાઉ સૌરવ બિસ્વાસ નામના પશ્ચિમ બંગાળના શખ્સને પકડી પાડ્યો હતો. સૌરવ બિસ્વાસે પોતાના જ ઈ-મેઈલ આઈડીનો સેકન્ડરી કે રીસ્ટોર આઈડી તરીકે ઉપયોગ કરીને વર્ષો પહેલા બન્યાં હોય તેવા ઈમેઈલ આઈડી હેક કરીને બાંગ્લાદેશમાં તેના બનેવીને વેચ્યાં હતાં. જેણે ભારત વિરોધી લોકોને આવા હેક કરેલા ઈમેઈલ આડી અને પાસવર્ડ USDT ની અવેજમાં આપ્યા હતા. જેનો ઉપયોગ કરીને સ્કૂલ, કોર્ટ કે સરકારી બિલ્ડિંગો ઉડાવી દેવાની ધમકીઓ આપી રહ્યાં છે. સાયબર ક્રાઈમે આ અંગે અમદાવાદમાં મળેલી ધમકીઓના કેસમાં સાયબર ટેરરિઝમનો ગુનો નોંધ્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમના સૂત્રોનું કહેવું છે કે, મેઈલ જ્યાંથી થઈ રહ્યાં છે તે એપી સેન્ટર સુધીના પુરાવા મળી ગયા છે અને એક સૂત્રધાર ને પણ ઓળખી લેવામાં આવ્યો છે. જે પોતાની ગેંગ સાથે અલગ અલગ દેશમાં બેસીને ગ્રુપમાં વાત કરીને એક ચોક્કસ ટાઈમ પર જ મેઈલ કરે છે. આ વ્યક્તિનું નામ, સોશિયલ પ્રોફાઈલ અને ડિજીટલ પુરાવા ભારતની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને આપવામાં આવ્યાં છે. ઈન્ટરપોલ માટે CBI ને પણ રીપોર્ટ કરવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં વેચાયેલા મેઈલને રોકવા અશક્ય આ મામલે સૂત્રોનું કેહવું છે કે, પોલીસે આરોપીને ઓળખી લીધા છે પરંતુ આવા મેઈલને ભવિષ્યમાં રોકવા તે અશક્ય કામ લાગી રહ્યું છે. કારણ તે દેશની બહાર બેઠા છે અને એવી કોઈ ફિલ્ડર સિસ્ટમ નથી કે, આવા મેઈલને રોકી શકાય. આમ છતાં મેઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ સાથે સેન્ટ્રલ એજન્સીઓ વાત કરી રહી છે. જેથી ભવિષ્યમાં આવા મેઈલ મળે ત્યારે તેની ડિજિટલ ફૂટપ્રિન્ટ કે જે પોલીસ તપાસ માટે જરૂરી છે તે વહેલી આપે. હાલ કંપનીઓ વિગતો આપવામાં અનેક આનાકાની કરતી હોય છે. જેના કારણે મુશ્કેલી વધુ આવે છે. ‘રશિયા-યુક્રેન’ તથા ‘બાલ્ટિક’ દેશોના મોડલનો ઉપયોગ કરાયો વિશ્વના સુરક્ષા નિષ્ણાતો ઉપરાંત ‘ફેઈર ઓબ્ઝર્વર’ અને ‘ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ માને છે કે હવે યુદ્ધ માત્ર સરહદ પર નથી લડાતું. રશિયાએ યુક્રેનમાં હજારો ફેક બોમ્બ થ્રેટ આપીને ત્યાંની અર્થવ્યવસ્થા અને પોલીસ તંત્રને થકવી દીધું હતું. બરાબર એ જ રીતે, ભારતમાં શાળાઓ અને એરપોર્ટ પર આવતા મેઈલ એ માત્ર કોઈની ટીખળ નથી, પરંતુ ‘માસ સાયબર બોમ્બ થ્રેટ’ નામનું સાયબર હથિયાર છે. જેને લો કોસ્ટ વોર એટલે કે, સસ્તું યુદ્ધ કહેવાય છે. બાલ્ટિક દેશો એટલે કે, લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા જેવા દેશો પણ આવા સાયબર યુદ્ધથી પીડિત દેશો છે. સ્કૂલને ટાર્ગેટ કરી જીવનભર ડર પેદા કરવાનો કારસો બોમ્બ થ્રેટ મેઈલ પાછળ પોલીસે સાયકોલોજીસ્ટ ઉપરાંત લો એન્ફોર્સમેન્ટ એજન્સીના વરીષ્ઠ અધિકારીઓ સાથે પણ તપાસના મુદ્દોઓ વિશે ચર્ચા કરી ત્યારે એ નિષ્કર્ષ આવ્યો કે, પાકિસ્તાન અને ખાલિસ્તાન સમર્થકો એ પ્રોપોગેન્ડા ફેલાવી રહ્યાં છે જેનાથી બાળકોમાં આજીવન પાકિસ્તાન અને ખાલિસ્તાનીઓનો ડર ઉભો થાય. બીજુ કે, ખાલિસ્તાનની વિચારધારા શું છે? અને તેનાં કાવતરા નાનપણથી જ બાળકોમાં ફેલાય જેવી માનસિકતાના પગલે સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. હેક કરેલા મેઈલથી ધમકી આપી ભય ફેલાવ્યો એટલે ટેરરિઝમઃ ACP સાયબર ક્રાઈમ જ્યારે કોઈ હેક કરેલા ઈમેઈલનો ઉપયોગ કરીને દેશની સુરક્ષાને જોખમમાં મૂકે અથવા લોકોમાં ભયનો માહોલ ઉભો કરે ત્યારે IT એક્ટની કલમ 66F (સાયબર ટેરરિઝમ) લાગે છે. જો કોઈ નવું ઈમેઈલ આઈડી બનાવીને મેઈલ કરે તો કદાચ આ કલમ ન લાગે, પણ જો કોઈના જૂના કે હેક કરેલા આઈડીનો ઉપયોગ કરીને (Unauthorized Access) આવું કૃત્ય થાય, તો તેમાં આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.- હાર્દિક માકડિયા, ACP, અમદાવાદ સાયબર ક્રાઈમ મેઈલને ટ્રેસિંગથી બચાવવા BOMB નો સ્પેલિંગ B00MB કર્યો સ્કૂલ, એરપોર્ટ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના થ્રેટ ઈમેઈલની કેટલીક ખાસ વાતો પણ સુરક્ષા એજન્સીઓએ નોંધી છે. મોટાભાગના મેઈલમાં બોમ્બનો સ્પેલિંગ BOMB ની જગ્યાએ B બાદ ડબલ ઝીરો કરી પછી લખ્યો છે. માટે નેશનલ સિક્યુરીટી એજન્સીઓના સોશિયલ મીડિયા પરના સર્વેલનમાં તેમના મેઈલ ટ્રેસ ન થાય. આ જ રીતે બધા મેઈલના સમય પણ એક ગૂગલ શીટ તૈયાર કરી એક સાથે સ્પ્રેડ કરવામાં આવ્યાં હોવાની શંકા છે
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ બોલ્યા- ઈરાનના ખાર્ગ આઈલેન્ડનું સૈન્ય મથક તબાહ:ઈરાની ઓઈલની 90% નિકાસ અહીંથી થાય છે; મુજતબા ખામેની પર ₹92 કરોડનું ઈનામ
    Next Article
    ‘Benefit of doubt’: Court acquits three in 2020 killing of J&K BJP leader Waseem Bari

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment