Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ બોલ્યા- ઈરાનના ખાર્ગ આઈલેન્ડનું સૈન્ય મથક તબાહ:ઈરાની ઓઈલની 90% નિકાસ અહીંથી થાય છે; મુજતબા ખામેની પર ₹92 કરોડનું ઈનામ

    15 hours ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકી સેનાએ ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર આવેલા સૈન્ય ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. તેમણે ચેતવણી આપી કે જો જરૂર પડશે તો આગામી નિશાન આ વિસ્તારનું ઓઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હોઈ શકે છે. ખાર્ગ આઈલેન્ડ ફારસની ખાડીમાં આવેલો છે અને તેને ઈરાન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાર્ગ આઈલેન્ડ ઈરાનની ઓઈલ નિકાસનું સૌથી મોટું કેન્દ્ર છે. દેશના આશરે 80 થી 90% ક્રૂડ ઓઈલની નિકાસ આ જ ટાપુ પરથી થાય છે. અહીં મોટા ઓઈલ ટર્મિનલ, પાઈપલાઈન, સ્ટોરેજ ટેન્ક અને જહાજોમાં ઓઈલ ભરવાની સુવિધાઓ આવેલી છે. એવું જણાવવામાં આવે છે કે અહીંથી દરરોજ લગભગ 70 લાખ બેરલ સુધીનું ઓઈલ જહાજોમાં લોડ કરી શકાય છે. બીજી તરફ, અમેરિકાએ ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની વિશે માહિતી આપવા બદલ 10 મિલિયન ડોલર એટલે કે અંદાજે 92 કરોડ રૂપિયા સુધીના ઇનામની જાહેરાત કરી છે. આ જાહેરાત અમેરિકી વિદેશ વિભાગના ‘રિવોર્ડ્સ ફોર જસ્ટિસ’ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી છે. આ યાદીમાં અલી લારીજાની સહિત અન્ય કેટલાક ઈરાની અધિકારીઓના નામ પણ સામેલ છે. દાવો- ઈરાને બે ભારતીય ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી ઈરાને બે ભારતીય ગેસ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે બે ભારતીય LPG ટેન્કર જલ્દી જ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે ભારત તરફ રવાના થશે. આનાથી ઘરેલું ગેસ સપ્લાય પર પડી રહેલા દબાણને ઓછું કરવામાં મદદ મળવાની આશા છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે એક ક્રૂડ ઓઇલનો ટેન્કર પણ 1 માર્ચની આસપાસ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યો છે અને સાઉદી અરબનું ઓઈલ લઈને શનિવાર સુધીમાં ભારત આવી શકે છે. આ પહેલા ગુરુવારે સાંજે જ ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ કહ્યું હતું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતને સુરક્ષિત રસ્તો આપશે. તેમણે કહ્યું - ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો અને પરસ્પર વિશ્વાસ રહ્યો છે. દાવો- ઈરાનના નવા સુપ્રીમ લીડરનો પગ કાપવો પડ્યો ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ગંભીર રીતે ઘાયલ છે અને કોમામાં છે. બ્રિટિશ મીડિયા ધ સનની રિપોર્ટ અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઘાયલ થયા બાદ તેમને તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત અત્યંત ગંભીર છે. રિપોર્ટ અનુસાર, હુમલામાં ઈજા એટલી ઊંડી હતી કે તેમનો એક પગ કાપવો પડ્યો અને લિવરને પણ ગંભીર નુકસાન થયું છે. હોસ્પિટલના એક ભાગને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં ભારે સુરક્ષા તૈનાત છે. મુજતબા ખામેનીને તેમના પિતા અને ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ બાદ 9 માર્ચે દેશના નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા હતા. અલી ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    How many kilos has Rishabh Pant lost? Enough to scare every IPL bowler
    Next Article
    ભાસ્કર એનાલિસીસ:ઓપરેશન ‘બ્લીડ ઇન્ડિયા’: બાળકોમાં આજીવન ડર પેદા કરવા શાળાઓમાં બોમ્બ મૂક્યાના ઇ-મેઇલ કરાયા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment