Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાત્રાળુઓને ભારે મુશ્કેલી:દ્વારકાના શાક માર્કેટ ચોકમાં આડેધડ પાર્કિગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

    2 days ago

    યાત્રાધામ દ્વારકાના મુખ્ય અને અતિ વ્યસ્ત વિસ્તારમાં શાક માર્કેટ ચોક પાસે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જાય છે. બજાર વિસ્તારમાં રોજિંદી ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના કારણે અહીં સતત ભીડ રહેતી હોય છે. તેના વચ્ચે રસ્તા પર વાહનોને ગેરરીતે આડેધડ પાર્ક કરવામાં આવતા માર્ગ સંકુચિત બની જાય છે અને વાહનવ્યવહાર ઘણીવાર ધીમો પડી જાય છે અથવા સંપૂર્ણપણે અટકી પણ જાય છે. શાક માર્કેટ ચોકથી ગોમતી ઘાટ તરફ જતા માર્ગ પર ખાસ કરીને દિવસના વ્યસ્ત સમયગાળા માં ભારે ટ્રાફિક જામ જોવા મળે છે. બે-ચક્રી અને ચાર-ચક્રી વાહનો રસ્તાની બાજુએ ગેરકાયદેસર રીતે ઉભા રાખવામાં આવતા માર્ગ પર અવરજવર માટે પૂરતી જગ્યા રહેતી નથી. પરિણામે સ્થાનિક નાગરિકો, વેપારીઓ તથા યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ ઓખામંડળ વિસ્તારના લગભગ બેતાલીસ જેટલા ગામોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ ગણાય છે. નજીકમાં આવેલું સ્મશાન પણ આ માર્ગથી જ જોડાયેલું હોવાથી અંતિમ યાત્રા માટે જતી બસો અને વાહનોને પણ આ જ રસ્તેથી પસાર થવું પડે છે. પરંતુ ગેરવ્યવસ્થિત પાર્કિંગ અને ટ્રાફિકના કારણે ઘણીવાર અંતિમ યાત્રા બસો પણ રસ્તામાં અટવાઈ જાય છે, જે સ્થિતિ અત્યંત દુખદ બની રહે છે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓના મતે શાક માર્કેટ વિસ્તારમાં પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે, ટ્રાફિકનું નિયમિત નિયંત્રણ કરવામાં આવે તથા ગેરકાયદે પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આ સમસ્યાનો સંભવત મહદઅંશે ઉકેલ આવી શકે એવુ જાણકારો માને છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકા, પોલીસ સહિત તંત્ર સંકલન સાધી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવે તેવી શહેરવાસીઓ અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોની માંગને માન અપાયું:ઘઉંના ટેકાના ભાવથી વેચાણ માટે નોંધણી 27મી સુધી કરાશે
    Next Article
    Uttarpradesh Gas Shortage | ઉત્તરપ્રદેશના હાપુરમાં પ્રશાસનની મોટી કાર્યવાહી | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment