Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે કરી લાલ આંખ:માંડવીના કુખ્યાત બુટલેગર પર પાસાનું શસ્ત્ર ઉગામાયું

    8 hours ago

    પશ્ચિમ ક્ચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરી અસામાજિક પ્રવૃત્તિઓ ફેલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લાંબા સમયથી દારૂના વેપલામાં સક્રિય અને અનેક પોલીસ મથકોના ચોપડે ચડી ચૂકેલા મૂળ માંડવી તાલુકાના કોટાયા અને હાલે માંડવીના ધવલનગર - 2 વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ઇસમ હરી હરજી ગઢવી વિરૂદ્ધ એલસીબીએ પાસા હેઠળ અટકાયતી પગલાં ભરી જેલ હવાલે કર્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલની દેખરેખ હેઠળ હરી ગઢવી વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતા આરોપીને અટકાયતમાં લઈ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરાયો હતો. પકડાયેલ આરોપી હરી ગઢવીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેની વિરૂદ્ધ મુંદરા, નખત્રાણા, કોઠારા, ગઢશીશા, માંડવી, માનકુવા અને ભુજ શહેર એ-ડિવિઝન સહિતના વિવિધ પોલીસ મથકોમાં વર્ષ 2014 થી લઈને 2025 સુધીમાં 16 ગુના નોંધાયેલા છે.સતત ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખતા ઇસમને સમાજ માટે જોખમી ગણીને પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    El Niño likely to emerge post-July, say international weather models
    Next Article
    40 લાખની જમીન ખુલ્લી કરાઈ:મોટી ખોંભડીની 6 એકર ગૌચર જમીનમાં થયેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment