Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલોદરનો વરતારો:જેઠના બીજા પખવાડિયામાં વાવણીલાયક વરસાદ થશે, ચોમાસું મધ્યમ રહેશે

    9 hours ago

    મહેસાણા નજીકના પાલોદર ગામે યોજાતા ચોસઠ જોગણી માતાજીના મેળામાં શુક્રવારે યજુર્વેદ મુજબ ખેડૂતલક્ષી શુકન જોવામાં આવ્યા હતા. હજારો ભાવિકોની હાજરીમાં થયેલી પરંપરાગત વિધિમાંથી મળેલા વરતારા મુજબ આ વર્ષે ચોમાસું 12 આની એટલે કે, મધ્યમ રહી શકે છે. જેઠના બીજા પખવાડિયામાં વાવણી લાયક વરસાદ થઇ જતાં ખેડૂતોને સમયસર વાવણી કરવા કહેવાયું છે. યાત્રાધામ પાલોદરમાં બે દિવસીય ચોસઠ જોગણી માતાજીના મેળાનો પ્રારંભ શુક્રવારથી થયો છે. પ્રથમ દિવસે વહેલી સવારથી સાંજે લગભગ પાંચ વાગ્યા સુધી યજુર્વેદ મુજબ ખેડૂત જીવનને સ્પર્શતા શુકન પરંપરાગત રીતે જોવામાં આવ્યા હતા. ગામના માધાભાઈ પટેલે વરતારા અંગે જણાવ્યું કે, અધિક જેઠ દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ જેઠના બીજા પખવાડીયામાં જ વાવણી લાયક વરસાદ મળી જશે. જ્યારે અષાઢ મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. જોકે, શ્રાવણ મહિનાના પ્રથમ પખવાડિયામાં મધ્યમ અને બીજા પખવાડિયામાં સારો વરસાદ મળવાની શક્યતા છે. ભાદરવામાં જ્યાં વાદળો ચઢે ત્યાં જ વરસાદની સ્થિતિ ક્યાં મધ્યમ તો ક્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આસો મહિનામાં ઓછા વરસાદના સંકેત મળ્યા છે. ખેતી પાક બાબતે વરતારા મુજબ પીળા અને લાલ ફૂલવાળા પાકો સારા થશે, જ્યારે ધોળા ફૂલવાળા પાકોમાં મંદી રહેવાની સંભાવના છે. તલ અને જુવારના પાક સારા થવાની શક્યતા દર્શાવાઇ છે. જ્યારે કઠોળ પાકોમાં ખેડૂતોને અપેક્ષિત લાભ ઓછો મળી શકે છે. આ વર્ષે ખેડૂતોને સાવચેતીપૂર્વક ખેતી કરવાની સલાહ આપવામાં આવી છે. સમયસર વાવણી કરનાર ખેડૂતોને લાભ થવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    ASI આપઘાત કેસ:એએસઆઈએ કામના તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ
    Next Article
    Paracetamol, syringes, gloves may be in short supply as LPG curbs disrupt pharma manufacturing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment