Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત ASIના પુત્રએ મિત્ર પર ફાયરિંગ કર્યું:રૂપિયાની લેતી-દેતી મામલે કુખ્યાત રામદેવ ડાંગર સામે બે રાઉન્ડ ફાયરિંગ, સામા પક્ષે વાર કરે એ પહેલા હાજર લોકોએ બંનેને છૂટા પાડ્યા

    10 hours ago

    રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલા જેમકો સેલ્સ એન્ડ સર્વિસ કમ્પાઉન્ડમાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રૂપિયાની લેતી-દેતીના વિવાદમાં મિત્ર એવા દિવ્યરાજસિંહ સરવૈયા અને રામદેવ ડાંગર વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ફાયરિંગ સુધી પહોંચ્યો હતો. ગાંધીગ્રામ પોલીસ દ્વારા બન્ને આરોપી દિવ્યરાજ સરવૈયા અને રામદેવ ડાંગરને આગળની તપાસ માટે SOG પોલીસને સોંપવામાં આવતા SOG પોલીસે બન્નેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપી રામદેવ ડાંગર ગેરકાયદે હથિયાર ક્યાંથી લાવ્યો હોવાનું તેમજ તેની પાસે અન્ય કોઈ હથિયાર છે કે કેમ એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પરવાનાવાળા હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ ઘટનાની વિગતો મુજબ, દિવ્યરાજસિંહ સરવૈયાએ પોતાના પરવાનાવાળા હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેમાંથી એક રાઉન્ડ રામદેવ સામે અને એક હવામાં કરવામાં આવ્યો હતો. બીજી તરફ, રામદેવ ડાંગર પણ ગેરકાયદે હથિયાર સાથે ફાયરિંગ કરવાની સ્થિતિમાં હતો, પરંતુ ત્યાં હાજર અન્ય લોકોએ સમયસૂચકતા વાપરી બંનેને છૂટા પાડતા મોટી જાનહાનિ ટળી હતી. બંન્ને પક્ષે સમાધાન થતા પોલીસ ફરિયાદી બની રાજકોટ શહેર એસીપી બી.જે. ચૌધરીના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ અંદરોઅંદર સમાધાન કરી લેતા કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. જોકે, જાહેર શાંતિના ભંગ બદલ ગાંધીગ્રામ પોલીસ પોતે ફરિયાદી બની છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સિક્યુરિટી ગાર્ડની જુબાનીના આધારે ગુનો નોંધ્યો છે. આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 109, 125, આર્મ્સ એક્ટની કલમ 25(1)(એ), 25(1-બી) એ, 27 અને જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ રામદેવ ડાંગર એ કુખ્યાત ગુનેગાર છે, જેના પર અગાઉ હત્યા, હત્યાની કોશિશ, રાયોટિંગ અને પોલીસની ફરજમાં રુકાવટ સહિત 15 જેટલા ગુના નોંધાયેલા છે. તે બે વખત 'પાસા' હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે. તાજેતરમાં જ હરીપર પાળ જમીન કૌભાંડમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરેન્ડર કરી ગોંડલ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો. જમા હથિયાર બે દિવસ પહેલા જ લાવ્યો હતો દિવ્યરાજસિંહ સરવૈયા તેમનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. ચૂંટણીના જાહેરનામાને પગલે તેમણે પોતાનું હથિયાર પોલીસમાં જમા કરાવ્યું હતું, જે બે દિવસ પહેલા જ પાછું મેળવ્યું હતું અને તેનો ઉપયોગ આ હુમલામાં કર્યો હતો.હાલમાં ગાંધીગ્રામ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ તેજ કરી છે. રામદેવ પાસે ગેરકાયદે હથિયાર ક્યાંથી આવ્યું તે દિશામાં પણ FSLની મદદથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી:રાજપીપળા NCC કેડેટ્સ દ્વારા દેશભક્તિ કાર્યક્રમ યોજાયો
    Next Article
    Ambalal Patel LIVE | એક નહીં, બે-બે વાવાઝોડા આવશે? શું છે અનુમાન? | Cyclone | Heavy Rains | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment