Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:વન વિભાગે વન્યપ્રાણીઓના નખ અને કસ્તુરી મૃગના જથ્થા સાથે ઝડપેલા ચાર આરોપીને જેલહવાલે કર્યા

    9 hours ago

    પોરબંદરની ચોપાટી ગ્રાઉન્ડમાંથી વન વિભાગની ટીમે 4 જેટલા પરપ્રાતિય શખ્સો વન્ય પ્રાણીઓના નખ અને કસ્તુરી મૃગના જથ્થાનું વેચાણ કરતા હોવાની બાતમીને લઈને મુદામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારે આ આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા હતા તો આરોપી પાસે મળેલ શંકાસ્પદ વન્ય પ્રાણીઓના નખ અને કસ્તુરી મૃગના જથ્થાને ગાંધીનગર લેબમાં પરીક્ષણ માટે મોકલાયા છે. પોરબંદરની ચોપાટી ગ્રાઉન્ડમાં જાહેરમાં વન્ય પ્રાણીઓ અવશેષોનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી હતી.પોરબંદરની ચોપાટી ગ્રાઉન્ડમાં 4 જેટલા શખ્સો વન્યપ્રાણીઓ અવશેષોનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે પોરબંદર વન વિભાગની ટીમે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમ્યાન આ સખ્સો પાસેથી વાઘ અને સિંહના શંકાસ્પદ નખો તેમજ કસ્તુરી મૃગનો જથ્થો પણ મળી આવ્યો હતો.વન વિભાગની ટીમેં આ શખ્સોની અટકાયત કરી ઝડપી લીધા હતા ત્યારે વન વિભાગે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ તમામ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા હતાં.તો વન વિભાગે આરોપી પાસે મળેલ શંકાસ્પદ વન્યપ્રાણીઓના નખ અને કસ્તુરી મૃગના જથ્થાને ગાંધીનગર લેબમાં પરીક્ષણ માટે મોકલાયા છે. 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પોરબંદરની ચોપાટી ખાતે વન્યપ્રાણીઓના નખ સહિતના મુદામાલ સાથે ઝડપેલા 4 આરોપીને વધુ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે રિમાન્ડ નામજૂર કરી જેલહવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આયાત નિકાસને ભારે અસર:અમેરિકા -ઇરાન યુદ્ધને લઈને પોરબંદરના વેપારીઓનું રૂ.60 કરોડનું સીફૂડ અટવાયું
    Next Article
    As BRICS chair, condemn attacks on Iran: Tehran’s message to Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment