Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંદીઘરના શ્રીગણેશ કરાયા:મોરબીમાં રખડતા ભટકતા ગૌવંશને સાચવવા ફરીથી નંદીઘર શરૂ કરાયું

    2 days ago

    મોરબીમાં નગરપાલિકા વખતે પંચાસર રોડ ઉપર નંદીઘર કાર્યરત હતું. પરંતુ તેમાં વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ નગરપાલિકાની તિજોરી ખાલીખમ થતા આ ગૌવશને નિભાવવાનો ગંભીર પ્રશ્ન ઉભો થતા તમામ ગૌવશને પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલી નંદીઘર બંધ કરાયા મનપાએ ફરીથી નંદીઘરને ચાલુ કર્યું છે. મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા નંદીઘરને ફરીથી તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાંથી અંદાજે ૧૫૦ ખૂંટને પકડીને નંદીઘરમાં મૂકવામાં આવ્યા છે. જેમાં રખડતા પશુની સાચવણી અને જાળવણી કરવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકા ANCD શાખા દ્વારા માર્ચ ૨૦૨૫થી ફેબ્રુઆરી સુધીમાં અંદાજે ૨૬૦૦ જેટલા પશુ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજે ૨૧૦ જેવા પશુ માલિકોને લાઈસન્સ અને ૩૧ જેટલા ઘાસ વેચાણ માટેનો પરમિટ આપી ૩૩ પેટ ડોગના રજિસ્ટ્રેશન કર્યા છે. પશુ માલિકોને પશુ રજિસ્ટ્રેશન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે તાકીદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચોરીનો મામલો આવ્યો સામે:મોરબીમાં કોટન મિલમાંથી CCTV, TV, વાયર સહિત 2.05 લાખની ચોરી
    Next Article
    ગ્રામજનો મનપાના નિર્ણય સામે રોષે ભરાયા:મોરબીના રવાપરમાં શાકમાર્કેટ બનાવવાનો નિર્ણય રદ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment