Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરીનો મામલો આવ્યો સામે:મોરબીમાં કોટન મિલમાંથી CCTV, TV, વાયર સહિત 2.05 લાખની ચોરી

    2 days ago

    મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલી બંધ પડેલી કોટનમીલમાંથી તસ્કરો સીસીટીવી કેમેરા, એનવીઆર, ટેલિવિઝન, કોપર વાયર તેમજ કોપર પ્લેટ સહિતની ચીજવસ્તુ મળી રૂ.2.05 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. જો કે બંધ પડેલી કોટન મીલમાંથી આઠ દિવસ પહેલા થયેલી ચોરીની હવે છેક ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી અંગે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે નવનિયુક્ત આઇજી નિર્લિપ્ત રાયે આ મુદે ફરિયાદ ન નોંધવા મુદે હજુ પણ વધુ કડક વલણ અપનાવવું જ રહ્યું. મોરબીના ગાળા ગામની સીમમાં મધુસુદન પેપરમીલ પાછળ આવેલી બજરંગ કોટનમીલ હાલ બંધ હાલતમાં હોય તસ્કરોએ તેનો ગેરલાભ ઉઠાવી ચોરીના ઇરાદે ગત 3 માર્ચના રોજ બંધ કોટનમિલમાં ત્રાટકયા હતા. તસ્કરોએ આ આખી કોટનમિલને ધમરોળી તેમાં રહેલા સીસીટીવી કેમેરા, સીસીટીવીનું એનવીઆર, ટીવી, કોપરની પ્લેટ તેમજ અલગ અલગ લંબાઈના કોપર વાયર સહિત કુલ રૂપિયા 2,05,000ની માલમતા ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. પોતાની બંધ કોટનમિલમાં ચોરી થયાનું માલુમ પડતા શહેરના રવાપર ઘુનડા રોડ, બોનીપાર્ક પાછળ, લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા કોટનમીલના સંચાલક જયંતીભાઈ રૂપાભાઈ કાચરોલાએ તાલુકા પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    Video: Trisha Avoids Paparazzi At Chennai Airport Amid Vijay Affair Rumours
    Next Article
    નંદીઘરના શ્રીગણેશ કરાયા:મોરબીમાં રખડતા ભટકતા ગૌવંશને સાચવવા ફરીથી નંદીઘર શરૂ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment