Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:ઘરેલુ બાટલાનો ખુલ્લેઆમ કોમર્શિયલ વપરાશ, બાટલાનું મેન્યૂઅલી બૂકીંગ નહીં અને સર્વર બંધ !

    4 days ago

    અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધના કારણે પોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલાની કટોકટી સર્જાણી છે. કોમર્શિયલ બાટલાનો સપ્લાઈ બંધ થયો છે ત્યારે ઘરેલુ બાટલાનો ખુલ્લેઆમ કોમર્શિયલ વપરાશ શરૂ થઈ ગયો છે, છતાં પુરવઠા તંત્ર કોઈ જાતનું ચેકીંગ કરી રહ્યું નથી. બીજી તરફ ઘરેલુ બાટલા લખાવવાના ઓનલાઇન નમ્બર બંધ, ગેસ એજન્સી મેન્યુલી બુકીંગ કરતી નથી, અને વહીવટી તંત્ર બાટલા હોવાના પોકળ દાવા કરી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુધ્ધની અસર પોરબંદરમાં પડી છે. કોમર્શિયલ ગેસની કટોકટી સર્જાણી છે જેમાં છેલ્લા 6 દિવસથી ગેસ એજન્સી ખાતે કોમર્શિયલ ગેસના બાટલા ખાલી થયા છે અને ખાનગી કંપનીના ગેસ એજન્સી ખાતે પણ કોમર્શિયલ ગેસના બાટલા નથી. પોરબંદરની રેસ્ટોરન્ટો ખાતે પણ હવે કોમર્શિયલ ગેસના બાટલાનો સ્ટોક ખાલી થવા જઈ રહ્યો છે અને ખાણીપીણીના લારી ગલ્લાઓ પાસે કોમર્શિયલ ગેસના બાટલા પુરા થતા હવે મોટાભાગના ખાણીપીણીના ધંધાર્થીઓ કોમર્શિયલ ગેસના બાટલાની બદલે ઘરેલું ગેસના બાટલાનો વપરાશ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ખાણીપીણીના ધંધાર્થીઓ નિયમ મુજબ ઘરેલું ગેસના બાટલાનો વપરાશ કરી શકે નહીં, આમછતાં નિયમનું ઉલ્લંઘન કરી મોટાભાગના ખાણીપીણીના ધંધાર્થીઓ ઘરેલું ગેસના બાટલાનો વપરાશ કરતા હોવાનું નજરે ચડે છે.કોમર્શિયલ ગેસના બાટલાને સ્થાને પોરબંદરમાં ઘરેલું ગેસના બાટલાએ લીધું છે અને ઘરેલું ગેસના બાટલાનો દુરુપયોગ કોમર્શિયલ બાટલામાં થવા લાગતા ઘરેલું બાટલાની તંગી સર્જાણી છે, છતાં પુરવઠા તંત્રએ એક પણ સ્થળે ચેકીંગ કર્યું નથી. બીજી તરફ લોકો ઘરેલુ ગેસના બાટલાના બુકિંગ માટે પોતાના મોબાઈલ માંથી આપવામાં આવેલા સર્વરના મોબાઇલ નંબર પર ફોન કરી રહ્યા છે જે ફોન લાગી રહ્યા નથી અને આ બાબતે જેતે ગેસ એજન્સીમાં પૂછતા કરતા જવાબ આપવામાં આવે છે કે સર્વર બંધ છે બે ત્રણ દિવસ પછી શરૂ થઈ જશે અમને ઉપરથી મેન્યુઅલી બુકિંગ કરવાની સત્તા આપવામાં આવી નથી જેથી સર્વર ચાલુ થાય તેની રાહ જોવી પડશે અને પછી જ ગેસના બાટલાનું બુકિંગ થશે. આ પરિસ્થિતિને આવા જવાબો વચ્ચે લોકો ઘરેલુ બાટલા મેળવવા માટે તરફ પડી રહ્યા છે જ્યારે બીજી તરફ વહીવટી તંત્ર જિલ્લામાં ઘરેલુ બાટલાનો પૂરતો સ્ટોક હોવાના દાવા કરી રહ્યું છે અને પત્રકાર પરિષદ યોજી ગેસના બાટલાનો પૂરો સ્ટોક હોવાના પોકળ દાવા કરી રહ્યું છે. એલ.પી.જી.નથી પરંતુ સી.એન.જી છે પોરબંદર જિલ્લામાં હાલ એલ.પી.જી ગેસની અછત જોવા મળી રહી છે ત્યારે એલ.સી.જી.ગેસ મેળવવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે તો જિલ્લામાં સી.એન.જી ગેસ પૂરતો પ્રમાણમાં ઉપલબ્ધ છે અને સી.એન.જી ગેસના પંપ ખાતે વાહનોની લાઇન પણ ઉપલબ્ધ નથી. દરોડા પાડવામાં આવશે : મામલતદાર ખાણીપીણીના ધંધાર્થીઓ કોમર્શિયલ ગેસના બાટલાનો જ વપરાશ કરી શકે, ઘરેલું ગેસના બાટલાનો વપરાશ કરી શકે નહીં. અગાઉ ચેકીંગ કર્યું હતું અને કોમર્શિયલ ગેસના બાટલા જ વપરાશમાં લેવા સખત સૂચના સાથે કાર્યવાહી કરી હતી. આગામી દિવસોમાં પણ ખાસ ચેકીંગ કરવામાં આવશે અને ખાણીપીણીના ધંધાર્થીઓ જો કોમર્શિયલ ગેસના બાટલાનો ઉપયોગ કરતા હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. > બી.વી. સંચાણીયા, સિટી મામલતદાર, પોરબંદર
    Click here to Read More
    Previous Article
    રવીપાકની આવક:પોરબંદર યાર્ડમાં ધાણા, જીરું, મગફળી, ઘઉં, ચણાની આવકમાં વધારો થયો
    Next Article
    Video: Trisha Avoids Paparazzi At Chennai Airport Amid Vijay Affair Rumours

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment