Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવીપાકની આવક:પોરબંદર યાર્ડમાં ધાણા, જીરું, મગફળી, ઘઉં, ચણાની આવકમાં વધારો થયો

    2 days ago

    પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાકની આવક જોવા મળી રહી છે.યાર્ડમાં ધાણા, જીરું,મગફળી, ઘઉં, ચણાની આવકમાં વધારો થયો છે.જેમાં સૌથી વધુ ધાણાની 21,090 કિલો આવક થઈ,પ્રતિમણે રૂ.1815 થી 2020 ખેડૂતોને મળ્યા હતા પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે. પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવકમાં વધારો નોંધાયો છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં મોટો વધારો નોંધાયો છે. યાર્ડમાં શુકવારે મગફળીની 2400 કિલો,બાજરો 500 કિલો,ચણાની 8960 કિલો અને જીરુની 5220 કિલો,ઘાણાની 21090 કિલો,ઘઉંની 3150 કિલોની આવક જોવા મળી રહી છે.યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1100 થી 1300 ભાવ,બાજરો રૂ.295 ભાવ,જીરુના રૂ.3150 થી 3950 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1815 થી 2020 ભાવ અને ચણાના રૂ.960 થી 1545 ભાવ બોલાયા હતા. પોરબંદરના યાર્ડમાં હાલ વિવિધ જણસીની આવકમાં વધારોજોવા મળી રહ્યો છે. શિયાળું સિઝન પૂર્ણ થતાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. રવિપાકની આવક થતાં યાર્ડ માં જણસીનું પથરાણ થયું છે. હાલ પિયત ધરાવતા ખેડૂતો ઉનાળું વાવેતરમાં પણ જોતરાયા છે.
    Click here to Read More
    Previous Article
    વાતાવરણ:અમરેલીમાં તાપમાનનો પારો 38.9 ડિગ્રી રહેતા આજે પણ ગરમી યથાવત રહી
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:ઘરેલુ બાટલાનો ખુલ્લેઆમ કોમર્શિયલ વપરાશ, બાટલાનું મેન્યૂઅલી બૂકીંગ નહીં અને સર્વર બંધ !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment