Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:પોરબંદરમાં જાહેરમાં કચરો ફેંકનાર સામે મનપાની કાર્યવાહી

    1 day ago

    પોરબંદર શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાના હેતુસર મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો અને પ્લાસ્ટિક ફેંકનારાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દેખરેખ વધારવામાં આવી છે. વોર્ડ નં. 2 વિસ્તારમાં ઝોન સેનિટરી ઇન્સ્પેક્ટર અને વોર્ડ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર દ્વારા ચકાસણી દરમિયાન એક ટીવીએસ શોરૂમ દ્વારા વાહનો ઉતાર્યા બાદ થયેલ પ્લાસ્ટિકનો કચરો નજીક આવેલા બ્રિજની નીચે ફેંકવામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરીને સંબંધિત સંસ્થા સામે રૂ.1,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જાહેર સ્થળોએ ગંદકી કે પ્લાસ્ટિકનો કચરો ફેંકવાથી પર્યાવરણને નુકસાન થાય છે તેમજ સ્વચ્છતા અભિયાનને અસર પડે છે. મનપાએ વેપારીઓ અને નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા સૂચના આપી છે. ઉપનિયમો મુજબ જાહેરમાં કચરો ફેંકતા ઝડપાશે તો રૂ. 5,000 સુધીનો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવશે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નાગરિકો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વાતાવરણ:મહત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 35 ડિગ્રીએ પહોંચ્યું
    Next Article
    ધરપકડ:ભડ ગામ જતા રસ્તે ફરસી અને પાઇપ સાથે 2 શખ્સ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment