Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:જામનગરની ભાગોળે રેસ્ટોરન્ટ હોટલો સહિતમાં પોલીસનું ચેકીંગ

    1 day ago

    જામનગર શહેરના ભાગોળે આવેલી હોટલો, રેસ્ટોરન્ટો સહિતના સ્થળોએ એએસપીની આગેવાનીમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા ગુનાહિત પ્રવૃતિઓ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તો અમુક ગુનાહિત પ્રવૃતિઓ કરનારાઓની ઘરોનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. શહેરના ભાગોળે ખંભાળીયા રોડ, રણજીતસાગર રોડ, તેમજ કાલાવડ અને રાજકોટ હાઈવે ઉપર એનક હોટલો, રેસ્ટોરન્ટો તેમજ પાર્ટી પ્લોટ મોટી સંખ્યામાં આવેલા છે. જેથી તેમાં કોઈ ગુનાહિત પ્રવૃતિઓ આચનાર કે અન્ય કોઈ ગેરકાનુનુી પ્રવૃતિઓ કરનારાઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એએસપી પ્રતિભા ગોદરા તેમજ પંચકોશી બી ડિવિઝનના પીઆઈ વી.જે.રાઠોડ, પંચકોશી એ ડિવિ.ના એમ.કે.બ્લોચ, તેમજ સિક્કા પોલીસ સ્ટેશનના જે.જે.ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ સાથેની ટીમોએ ચેકીંગ હાથ ધરતા ભારે અફડા-તફડી મચી ગઈ હતી. તો પોલીસે ગ્રામ્ય પંથકમાં ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શખસોના ઘરોનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:જામનગરમાં છાત્રાલયમાં 2 છાત્રો વચ્ચે ડખ્ખો, માથામાં હથોડી મારી
    Next Article
    આરોગ્ય સેવા:જામનગરમાં ધન્વંતરી આરોગ્ય રથમાં લેબોરેટરી ટેસ્ટ તેમજ દવાઓ સહિતની સુવિધા પુરી પાડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment