Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક:જિલ્લામાં પીએમ રાહત સ્કીમના યોગ્ય અમલીકરણ માટે બેઠક મળી

    2 days ago

    અમરેલી જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડેન્ટ વિક્ટીમ્સ હોસ્પિટ લાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ (PM-RAHAT) યોજનાના અ સુચારૂ અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ સ્કીમ અંતર્ગ માર્ગ અકસ્માતબાદ સમયસર સારવાર ન મળવાથી કે પૈસાના અભાવે સારવાર ન મળવાથી અકસ્માતનો ભોગ બનનાર જીવ ન ગુમાવે તેના માટે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત અકસ્માતનો ભોગ બનનાર દર્દીને ડેઝીગનેટે હોસ્પિટલમાં જેમાં PMJAY યોજના સાથે સંકળાયેલી હોય તેમાં 1.5 લાખ સુધીની સારવાર સાત દિવસ સુધી વિનામૂલ્યે આપવામાં આવશે. નોન-ડેઝીગનેટેડ હોસ્પિટલમાં અકસ્માત પીડિતને જોખમમાંથી બહાર લાવવા અને વિના મૂલ્યે તાત્કાલિક સ્ટેબિલાઇઝેશન ટ્રીટમેન્ટ આપવામાં આવશે. અકસ્માત બાદ 112 પર માહિતી મળતા એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવે છે. ત્યારબાદ પીડિતને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અકસ્માતના ગોલ્ડન કલાક પહેલાં સારવાર શરૂ કરવામાં આવે છે. આ યોજના અંગે અમરેલી એ.આર.ટી.ઓ માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આરોગ્ય, પોલીસ, પી.એમ. જે.એ.વાય, ઇમર્જન્સી સેવા 108, ટ્રાફીક પોલીસ સહિતના સંબંધિત વિભાગોને યોજનાના સુચારૂ અમલ માટે જરૂરી તાલીમ અને પ્રક્રિયાઓને યોગ્ય રીતે અનુસરવા માટે સૂચના આપી હતી.
    Click here to Read More
    Previous Article
    રામ કથા:બગસરામાં માનસ મેઘાણી રામકથાનો સાતમો દિવસ ભક્તિ અને સાહિત્યરસથી ભર્યો
    Next Article
    ફરિયાદ:સાવરકુંડલામાં યુવકે ફોન પર ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment