Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમામ અધિકારીઓને દરખાસ્તો માટે નવી ગાઈડલાઈન જાહેર:સુરત મ્યુ. કમિશનરે તમામ દરખાસ્તો વહીવટદારની મંજૂરી માટે જ મોકલવા આદેશ કર્યો

    9 hours ago

    સુરત મહાનગરપાલિકામાં નવા વહીવટદાર તરીકેની નિમણૂક બાદ મ્યુનિસિપલ વહીવટમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના આદેશ અનુસાર, IAS મિલિન્દ તોરવણેએ સુરત મહાપાલિકાના વહીવટદાર તરીકે વિધિવત્ ચાર્જ સંભાળી લીધો છે. જેના પગલે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને શુક્રવારે એક મહત્વનો આદેશ જાહેર કરી તમામ વહીવટી પ્રક્રિયાઓને નવી વ્યવસ્થા હેઠળ લાવવાની સૂચના આપી છે. તમામ દરખાસ્તો વહીવટદારની મંજૂરી માટે જ મોકલવાની રહેશે સ્થાયી સમિતિ અને સામાન્ય સભાની સત્તા હવે વહીવટદાર હસ્તક હાલમાં પાલિકામાં ચૂંટાયેલી પાંખની ગેરહાજરી હોવાથી વહીવટદાર જ સર્વોચ્ચ સત્તા ધરાવે છે. કમિશનર એમ. નાગરાજને સ્પષ્ટ કર્યું છે કે, હવેથી જે કામો સામાન્ય સભા અથવા સ્થાયી સમિતિના કાર્યક્ષેત્રમાં આવતા હોય, તે તમામ દરખાસ્તો વહીવટદારની મંજૂરી માટે જ મોકલવાની રહેશે. આ આદેશથી પાલિકાના વહીવટમાં હવે વહીવટદારની ભૂમિકા નિર્ણાયક બની રહેશે અને જૂની પદ્ધતિ મુજબની કોઈ દરખાસ્તો સીધી રજૂ કરી શકાશે નહીં. દરખાસ્તો રજૂ કરવા માટે ખાસ ફોર્મેટ નક્કી કરાયું નવી સૂચના મુજબ, અધિકારીઓએ દરખાસ્ત રજૂ કરતી વખતે ચોક્કસ શબ્દોનો પ્રયોગ કરવાનો રહેશે. જો કોઈ કામ સ્થાયી સમિતિના કાર્યક્ષેત્રમાં આવતું હોય, તો તેના પર ‘આ કામ વહીવટદાર (સ્થાયી સમિતિ) સમક્ષ રજૂ કરશોજી’ તેમ લખવાનું રહેશે. તેવી જ રીતે, સામાન્ય સભા હેઠળના કામો માટે ‘આ કામ વહીવટદાર (સામાન્ય સભા) સમક્ષ રજૂ કરશોજી’ તેવા સ્પષ્ટ ઉલ્લેખ સાથે ફાઈલ પ્રોસેસ કરવાની રહેશે. તમામ વિભાગીય વડાઓ અને ઝોનલ ઓફિસરોને ચુસ્ત અમલની તાકીદ કમિશનર દ્વારા આ નવી વ્યવસ્થાનો ચુસ્તપણે અમલ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. આ અંગેની જાણ તમામ વિભાગીય વડાઓ, મુખ્ય અન્વેષક, મ્યુનિસિપલ સેક્રેટરી, સ્મીમેરના ડીન અને સુપરિન્ટેન્ડેન્ટ તેમજ તમામ ઝોનના કાર્યપાલક ઈજનેરોને કરી દેવામાં આવી છે. કોઈપણ સ્તરે આ પ્રક્રિયામાં ચૂક ન રહી જાય તે માટે વહીવટી તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે. વહીવટમાં પારદર્શિતા અને શિસ્ત લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ નવા ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટમાં પારદર્શિતા અને શિસ્ત લાવવાનો છે. હવે મહાપાલિકાની તમામ મહત્વની ફાઈલો અને વિકાસલક્ષી નિર્ણયો વહીવટદાર મિલિન્દ તોરવણેની સીધી દેખરેખ હેઠળ અને નિર્ધારિત નવી પદ્ધતિ મુજબ જ પ્રોસેસ થશે. આ વ્યવસ્થાથી શહેરમાં અટકેલા કે નવા પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી મળવાની પણ શક્યતા જોવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    દેશમાં માત્ર એક હોય એવી 5 કાર સુરતમાં જોવા મળી:એક કાર તો રાજકોટની નીકળી, ઇન્ટરનેશનલ ઓટો એક્સપોમાં વર્લ્ડ ક્લાસ કાર્સે જમાવટ કરી
    Next Article
    અમદાવાદમાં સગીરાના જ સગીરા સાથે શારીરિક અડપલાં:31st ઉજવવા પીડિતાને આબુ લઈ ગઈ, હોટલમાં બિયર પીવડાવ્યું; યુવક મિત્રએ દુષ્કર્મ આચર્યાનો વીડિયો બનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment