Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં સગીરાના જ સગીરા સાથે શારીરિક અડપલાં:31st ઉજવવા પીડિતાને આબુ લઈ ગઈ, હોટલમાં બિયર પીવડાવ્યું; યુવક મિત્રએ દુષ્કર્મ આચર્યાનો વીડિયો બનાવ્યો

    8 hours ago

    અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીર પીડિતા પર તેની 14 વર્ષીય સગીરા મિત્રએ તેના યુવક ફ્રેન્ડે સાથે મળી દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પીડિત સગીરા સહિત ત્રણેય થર્ટી ફર્સ્ટની પાર્ટીની ઉજવણી કરવા રાજસ્થાનના માઉન્ટ આબુ ગયા હતા. જ્યાં યુવકે હોટલમાં પીણું પીવડાવીને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને યુવક પીડિતા સાથે દુષ્કર્મ આચરતો હોવાનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ ઉપરાંત 14 વર્ષીય સગીરાએ પીડિતાની છાતીના ભાગે અને પ્રાઈવેટ પાર્ટ પર હાથ ફેરવતી હોવાનો પણ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ કર્યો હતો જેને લઈને પીડિતાએ યુવક અને 14 વર્ષીય સગીરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. 31st પર માઉન્ટ આબુ જવા માટે પીડિતાને ફોન કર્યો શહેરના રાણીપ વિસ્તારમાં 17 વર્ષીય પીડિતા તેના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ગાંધીનગરના કલોક ખાતે રહેતી 14 વર્ષીય સગીરા સાથે મિત્રતા બંધાઈ હતી. અવારનવાર તેઓ વાતચીત કરતા હતા. જોકે, 30 ડિસેમ્બર 2025ના રોજ 14 વર્ષીય સગીરાનો પીડિતા ઉપર ફોન આવ્યો હતો કે, 31st ડિસેમ્બરે માઉન્ટ આબુ ખાતે ન્યુ યર સેલિબ્રેશન કરવા મિત્રો સાથે ફરવા જવાનું નક્કી કર્યું છે. કલોલ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં માઉન્ટ આબુ જવા નીકળ્યા કલોક ખાતેથી ટ્રેનમાં બેસીને જવાનું છે જેથી પીડિતાએ પણ જવા માટે સંમતિ દર્શાવી હતી. પીડિતા રાત્રે 8:30 વાગ્યે રિક્ષામાં બેસીને ઝુંડાલ સર્કલ પાસે પહોંચી હતી. ટુવ્હીલર લઈને સગીરા અને તેનો મિત્ર દિવ્યેશ ઝુંડાલ ખાતે આવ્યા હતા. જ્યાંથી તેઓ કલોલ રેલવે સ્ટેશન ગયા હતા. રાત્રે 10:30 વાગ્યે કલોલ રેલવે સ્ટેશનથી તમામ ટ્રેનમાં બેઠા હતા અને 31st એ રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પહોંચ્યા હતા. પીડિતાને થમ્સ અપમાં બિયર ભેળવીને પીવડાવ્યું વહેલી સવારે થમ્સ અપ પીધી હતી જે બાદ આબુ ખાતે પહોંચીને હોટલ બુક કરાવી હતી. બપોરના સમયે તમામ મિત્રો પાર્ટી કરવા માટે બેઠા હતા. જેમાં પીડિતા અને 14 વર્ષીય સગીરા તેમજ તેના મિત્ર દિવ્યેશ ત્રણેયે એક જ રૂમમાં પાર્ટી કરી હતી. જ્યારે અન્ય મિત્રો અલગ રૂમમાં પાર્ટી કરવા બેઠા હતા. 14 વર્ષીય સગીરા અને દિવ્યેશે બિયર પીધું હતું. જ્યારે પીડિતાને થમ્સ અપમાં બિયર ભેળવીને પીવડાવી દીધું હતું. પીડિતાને જ્યારે ઉઠી ત્યારે તેના કપડાં વેરવિખેર હતા પીડિતાને ઘેન ચડતા તે બેભાન થઈ ગઈ હતી. પીડિતા જ્યારે ઉઠી ત્યારે તેના કપડાં વેરવિખેર હાલતમાં હતા. તેની સાથે કંઈ અજુગતું બન્યું હોવાનું લાગ્યું હતું. જેથી તેણે આ બાબતે દિવ્યેશ અને તેની 14 વર્ષીય સગીરા મિત્રને પૂછ્યું હતું, પરંતુ કોઈ જવાબ આપ્યો નહોતો. જે બાદ પીડિતા એકલી ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગઈ હતી. પીડિતાનો નગ્ન વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ કર્યો 11 માર્ચ 2026ના રોજ પીડિતા પોતાના ઘરે હાજર હતી તે દરમિયાન કલોલ ખાતે રહેતી એક યુવતીનો ઇન્સ્ટાગ્રામ પર કોલ આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, તારો ન્યૂડ વીડિયો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર વાઈરલ કરવામાં આવ્યો છે. પીડિતાના ઇન્સ્ટાગ્રામ પર તે વીડિયો મોકલવામાં આવ્યો હતો. પીડિતાએ જ્યારે તે વીડિયો જોયો ત્યારે વીડિયોમાં દિવ્યેશ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળ્યો હતો. 14 વર્ષીય સગીરાએ જ પીડિતાનો ઉતાર્યો હતો આ ઉપરાંત 14 વર્ષીય સગીરા પણ પીડિતાની છાતી અને પ્રાઈવેટ પાર્ટમાં પણ હાથ ફેરવતી જોવા મળી હતી. આ વીડિયો 14 વર્ષીય સગીરા દ્વારા ઉતારવામાં આવ્યો હતો અને તેણે જ વીડિયો વાઈરલ કર્યો હતો. આ સમગ્ર મામલે પીડિતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં 14 વર્ષીય સગીરા અને તેના યુવક મિત્ર દિવ્યેશ સામે ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે પોક્સો, આઇટી એક્ટ, એટ્રોસિટી અને BNS કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તમામ અધિકારીઓને દરખાસ્તો માટે નવી ગાઈડલાઈન જાહેર:સુરત મ્યુ. કમિશનરે તમામ દરખાસ્તો વહીવટદારની મંજૂરી માટે જ મોકલવા આદેશ કર્યો
    Next Article
    Rs 92,47,48,000: The Bounty US Has Set For Information On Mojtaba Khamenei

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment