Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સ્વચ્છતા' મામલે મ્યુ. કમિશનરની લાલ આંખ બાદ નરમ વલણ:ડે. હેલ્થ ઓફિસરનું સસ્પેન્શન રદ થતા વહીવટી આલમમાં અનેક તર્ક-વિતર્ક

    1 day ago

    સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન સપ્રાઈઝ વિઝિટ કરી રહ્યા હતા, ત્યારે ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયેલા સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. અજિત ભટ્ટનો સસ્પેન્શન ઓર્ડર મનપા કમિશનર એમ. નાગરાજ દ્વારા રદ કરવામાં આવવાનો હોવાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ નિર્ણયને પગલે મનપાના વિવિધ વિભાગોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. 'માર્કેટ ક્લીનલીનેસ' થીમ હેઠળ સફાઈ કામગીરી સોંપાઈ હતી મળતી માહિતી મુજબ, સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાળવી રાખવા માટે મનપા દ્વારા 8થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ થીમ આધારિત સફાઈ ઝુંબેશ નક્કી કરવામાં આવી હતી. 16 ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ ઝોનના ભાગળ વિસ્તારમાં આવેલી વેજીટેબલ માર્કેટ અને તેની આસપાસના વિસ્તારોમાં 'માર્કેટ ક્લીનલીનેસ' થીમ હેઠળ સફાઈ કામગીરી સોંપવામાં આવી હતી. આ વિસ્તારની જવાબદારી નાયબ આરોગ્ય અધિકારી ડો. અજિતકુમાર પ્રવિણચંદ્ર ભટ્ટના શિરે હતી. કમિશનરની તપાસમાં ગંદકી જોવા મળી હતી મનપા કમિશનર એમ. નાગરાજ વહેલી સવારે 8 વાગ્યે કોઈ પણ પૂર્વ સૂચના વગર ભાગળ વિસ્તારમાં આકસ્મિક નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. કમિશનર જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને આયોજન મુજબની સફાઈ કામગીરી ક્યાંય નજરે પડતી નહોતી. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે, જે અધિકારીએ આખી કામગીરીનું સુપરવિઝન કરવાનું હતું તે ડો. અજિત ભટ્ટ પોતે જ સ્થળ પર ગેરહાજર હતા. ગેર હાજરીને લઈ કમિશનરે સસ્પેન્ડનો આદેશ આપ્યો હતો અગાઉથી થીમ અને સ્થળ નક્કી હોવા છતાં જવાબદાર અધિકારીની ગેરહાજરી અને ફરજ પ્રત્યેની આ ઘોર બેદરકારી જોઈને કમિશનર લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે સ્થળ પરથી જ આદેશ આપીને ડો. અજિત ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ જાહેર કર્યો હતો. ડો. ભટ્ટનો સસ્પેન્શન ઓર્ડર રદ સસ્પેન્શનની આ ઘટનાને હજુ પૂરો એક મહિનો પણ થયો નથી, ત્યાં કમિશનરે અચાનક નરમ વલણ દાખવીને ડો. ભટ્ટનો સસ્પેન્શન ઓર્ડર રદ કરી તેમને પુનઃ ફરજ પર લેવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ મામલે જ્યારે મધ્યમ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચા જાગી છે. અધિકારીએ ભૂલ સુધારવાની તક માગ્યાની ચર્ચા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડો. અજિત ભટ્ટ દ્વારા પોતાની ભૂલ સ્વીકારીને લેખિતમાં માફી પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે ખાતરી આપી છે કે, ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની શિસ્તભંગની ઘટના કે ફરજમાં બેદરકારી નહિ દાખવે. માનવીય અભિગમ અને અધિકારીને પોતાની ભૂલ સુધારવાની એક તક આપવાના હેતુથી તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન બે ભારતીય ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેશે-દાવો:ઈરાની રાજદૂતે આજે કહ્યું: 'ભારત અમારો મિત્ર છે; તેથી અમે સુરક્ષિત માર્ગ પ્રદાન કરીશું'
    Next Article
    ગૌ સેવા માટે હિન્દુ પ્રીમિયર લીગનું આયોજન:બોટાદમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 15 માર્ચે ટુર્નામેન્ટ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment