Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશવાલા અને પરવાના લાંચ કેસ:કોર્ટે પરવાનાની આગોતરા જામીન અરજી ફગાવી, કોર્ટ કહ્યું-'આરોપી નિયમિત જામીન પર મુક્ત થવાને પણ લાયક નથી'

    12 hours ago

    સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનમાં ગાજેલા 21 લાખના લાંચ પ્રકરણમાં એસીબીના છટકા દરમિયાન લાંચની રકમ લઈને ફિલ્મી ઢબે ફરાર થઈ ગયેલા આરોપી ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. 12માં એડિશનલ સેશન્સ જજ કમલેશ પ્રજાપતિએ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તે જામીન મેળવવાને લાયક નથી. 'જામીન આપવા જોખમી, સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે' આરોપી પરવાના પઠાણની આગોતરા જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે અત્યંત કડક અવલોકનો કર્યા હતા. જજ કમલેશ પ્રજાપતિએ નોંધ્યું હતું કે, આરોપી સામે અગાઉથી જ 6 ગુનાઓ નોંધાયેલા છે. જો આવા સંજોગોમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે કેસના પુરાવા સાથે ચેડાં કરી શકે છે અને સાક્ષીઓને પ્રભાવિત કરી ડરાવી શકે છે. આથી, તપાસના હિતમાં આરોપીને કોઈ પણ પ્રકારની રાહત આપી શકાય નહીં. ઇજનેરનો 'ખાસ' બની 21 લાખનો સોદો કર્યો આ કેસમાં ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણની ભૂમિકા સૌથી મહત્વની રહી છે. લીંબાયત ઝોનમાં ફરિયાદીના ઇન્ડસ્ટ્રિયલ યુનિટનું ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે તેણે વચેટિયા તરીકે એન્ટ્રી કરી હતી. તેણે ફરિયાદીને એવું કહીને ડરાવ્યા હતા કે તે કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાનો અત્યંત નજીકનો માણસ છે. આ વગનો ઉપયોગ કરીને તેણે બાંધકામ ન તોડવા માટે 21 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને ભ્રષ્ટાચારના આ નેટવર્કનું સંચાલન કર્યું હતું. ACB ટ્રેપમાં 4 લાખ લઈને ફરાર, ઇજનેર જેલમાં ગત 13 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે એસીબીએ છટકું ગોઠવ્યું, ત્યારે પરવાના પઠાણ લાંચના હપ્તા પેટે 4 લાખ રૂપિયા લેવા આવ્યો હતો. જોકે, ટ્રેપની ગંધ આવી જતાં તે એસીબીના અધિકારીઓને થાપ આપીને રોકડ રકમ સાથે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી ગણાતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે અને તેઓ હાલ જેલમાં છે, જ્યારે લાંચની રકમ લઈને ભાગનાર પરવાના હજુ પોલીસ પકડથી દૂર છે. સરકારી વકીલની દલીલ- 'આરોપી રીઢો ગુનેગાર છે' સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આગોતરા જામીનનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આરોપીએ સરકારી અધિકારીના નામે લાંચ માંગી છે અને ટ્રેપ દરમિયાન નાસી છૂટીને કાયદાનો અનાદર કર્યો છે. તેની સામે નોંધાયેલા અન્ય 6 ગુનાઓ તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. આ દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે, જેનાથી આરોપી પર હવે ધરપકડની તલવાર લટકી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શનિવારનું રાશિફળ:વૃષભ અને વૃશ્ચિક રાશિ માટે આર્થિક રીતે દિવસ ભાગ્યશાળી રહેશે, મિથુન અને મીન રાશિને મિલકતના સોદામાં સફળતા મળશે
    Next Article
    સુરત RTO મહિલા ઇન્સ્પેક્ટરને ‘જોઈ લેવાની’ ધમકી:RTOમાં એજન્ટે એસીબીનો ડર બતાવી ગેરકાયદે કામનું દબાણ કર્યું, અડાજણ પોલીસે ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment