Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત RTO મહિલા ઇન્સ્પેક્ટરને ‘જોઈ લેવાની’ ધમકી:RTOમાં એજન્ટે એસીબીનો ડર બતાવી ગેરકાયદે કામનું દબાણ કર્યું, અડાજણ પોલીસે ધરપકડ કરી

    11 hours ago

    સુરતની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં ફરજ બજાવતા એક મહિલા આસિસ્ટન્ટ મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટરને ડરાવી-ધમકાવી ગેરકાયદે કામો કરાવવા માટે દબાણ કરતા એજન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ મહિલા અધિકારીને ધમકી આપી હતી કે "તમે મારું કામ કરતા નથી, હું તમને જોઈ લઈશ." એટલું જ નહીં, આરોપીએ એસીબીના અધિકારીઓ સાથે પોતાના ઘરોબા હોવાનો દાવો કરી મહિલા ઇન્સ્પેક્ટર પર માનસિક દબાણ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. અડાજણ પોલીસે આરોપી એજન્ટ ની ધરપકડ કરી. શું છે સમગ્ર ઘટના? આ મામલે ફરિયાદી કોમલબેન રામજીભાઈ મકવાણા, જેઓ સુરત પાલ RTO કચેરી ખાતે છેલ્લા સાડા ત્રણ વર્ષથી સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, આ સમગ્ર વિવાદની શરૂઆત અઢી મહિના પહેલા થઈ હતી. કોમલબેન પોતાની કાયદેસરની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે કચેરીમાં એજન્ટ તરીકે આવતા જગદીશ ઉર્ફે જગો બાબુભાઈ પટેલ નામના શખ્સે તેમના કામમાં રૂકાવટ ઉભી કરવાનું શરૂ કર્યું હતું. આરોપી અવારનવાર ડ્રાઈવિંગ સ્કૂલના કામો માટે કચેરીમાં આવતો હતો અને અધિકારીઓ પર અયોગ્ય દબાણ કરતો હતો. "તમે ટેબલ પર મૂકી દો, અમે જોઈ લેશું" ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી જગદીશ ઉર્ફે જગો અવારનવાર કોમલબેનને કહેતો હતો કે, "અમારું કામ કોઈ પણ RTO કચેરીમાં અટકતું નથી, તમારી પાસે જે કામ લઈને આવું ત્યારે તમે ટેબલ પર મૂકી દો, અમે જોઈ લેશું." જ્યારે મહિલા અધિકારીએ નિયમ મુજબ જ કામ કરવાનો આગ્રહ રાખ્યો, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે કચેરીમાં જ ગેરવર્તણૂક કરી દબાણ પૂર્વક ગેરકાયદે કામો કરાવવા માટે ધાક-ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ACB ના પી.આઈ. મિત્ર હોવાનો ખોટો પ્રભાવ અને માનસિક ત્રાસ આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીએ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ના નામે અધિકારીને ડરાવવાનો પ્રયાસ કર્યો. જગદીશે અન્ય વ્યક્તિ મારફતે મેસેજ મોકલાવ્યો હતો કે સુરત એસીબીના પી.આઈ. તેના અંગત મિત્ર છે અને તેઓ ફરિયાદી વિશે પૂછપરછ કરી રહ્યા છે. આરોપીએ એવો પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો કે જો મહિલા ઇન્સ્પેક્ટર તેનું કામ નહીં કરે, તો તે એસીબીના અધિકારીઓ દ્વારા તેમને ફસાવી દેશે. આ પ્રકારના મેસેજ મોકલી આરોપીએ અધિકારીને સતત માનસિક ત્રાસ આપ્યો હતો. "હું તમને જોઈ લઈશ"ની ખુલ્લી ધમકી ઘટનાની વિગત મુજબ, ગત તા. 2 ફેબ્રુઆરી 2026 ના રોજ જ્યારે કોમલબેન ફરજ પર ટ્રેક વેરિફિકેશનની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે જગદીશ પટેલે ત્યાં આવીને જાહેરમાં ધમકી આપી હતી કે, "તમે મારું કામ કરતા નથી, હું તમને જોઈ લઈશ." આ પ્રકારની વર્તણૂકથી મહિલા અધિકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી થઈ હતી. આરોપીની હિંમત એટલી વધી ગઈ હતી કે તેણે સરકારી કામમાં અડચણ ઉભી કરવામાં જરા પણ ખચકાટ અનુભવ્યો નહોતો. વોટ્સએપ મેસેજ અને વચેટિયાઓનો ઉપયોગ કરી પજવણી આરોપી જગદીશ સીધો સંપર્ક કરવાને બદલે કલ્પેશભાઈ કેસુર નામના વ્યક્તિના મોબાઈલ નંબર પરથી મેસેજ મોકલી ફરિયાદીને ધમકાવતો હતો. તેણે મેસેજમાં લખાવ્યું હતું કે, "કોમલ મેડમને કહેજો કે સવારના 9 થી 10 માં મારા નંબર પર વોટ્સએપ કોલ કરે." આ મેસેજ દ્વારા તે પોતાની વગ બતાવી મહિલા અધિકારીને દબાવવા માંગતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાન્યુઆરી 2026 થી સતત આ પ્રકારે મેસેજ કરી માનસિક ત્રાસ આપી રહ્યો હતો. આરોપીનો ગુનાહિત રોલ અને પોલીસ કાર્યવાહી આરોપી જગદીશ ઉર્ફે જગો બાબુભાઈ પટેલ (રહે. ફિક્કલ એવન્યુ, પાલનપુર કેનાલ રોડ, અડાજણ) વિરુદ્ધ સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ, ધાક-ધમકી અને માનસિક ત્રાસ આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે ધરપકડ કરાઈ છે.એફઆઈઆરમાં સ્પષ્ટ છે કે આરોપી આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરે છે અને પોતાની ઓળખનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માંગતો હતો. આરોપીએ પોલીસ અધિકારીઓના નામનો દુરુપયોગ કરી જે રીતે મહિલા અધિકારીને ટાર્ગેટ કર્યા છે, તે બાબતને પોલીસ ગંભીરતાથી લઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગણેશવાલા અને પરવાના લાંચ કેસ:કોર્ટે પરવાનાની આગોતરા જામીન અરજી ફગાવી, કોર્ટ કહ્યું-'આરોપી નિયમિત જામીન પર મુક્ત થવાને પણ લાયક નથી'
    Next Article
    10 PM Gujarati News LIVE | 10 વાગ્યાના આજના સૌથી મોટા સમાચાર | Fatafat News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment