Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ વલસાડ પહોંચ્યા:રેલવે સ્ટેશન પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત, કાલે ધરમપુર ખાતે ‘બુથ સમિતિ કાર્યકર્તા સંમેલન’ ને સંબોધશે

    16 hours ago

    ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ વલસાડ જિલ્લાના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. આજે સાંજે વલસાડ રેલવે સ્ટેશન ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ ફૂલહાર અને નારાઓ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત ભાજપના અગ્રણીઓ, સરપંચો અને પાલિકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલવે સ્ટેશન પર સ્વાગત બાદ પ્રદેશ અધ્યક્ષ પારડી સ્વાધ્યાય મંડળ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજે 6.30 કલાકે તેમણે જિલ્લા સંગઠન, સાંસદ, ધારાસભ્યો અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમો અને સંગઠનલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જગદીશ પંચાલના આવતીકાલના કાર્યક્રમોમાં સવારે 9:00 કલાકે ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર મિશનની મુલાકાત અને દર્શનનો સમાવેશ થાય છે. ત્યારબાદ સવારે 10:00 કલાકે તેઓ ધરમપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ‘બુથ સમિતિ કાર્યકર્તા સંમેલન’ ને સંબોધશે. જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષના આ પ્રવાસથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બુથ સ્તર સુધી સંગઠન વધુ મજબૂત બનશે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સાયબર સુરક્ષા સેમિનાર:નિષ્ણાતોએ ઓનલાઈન ઠગાઈથી બચવા અને સુરક્ષિત ઇન્ટરનેટ ઉપયોગ શીખવ્યો
    Next Article
    શેર બજારમાં નફાની લાલચમાં વિદ્યાર્થીએ 1 લાખ ગુમાવ્યાં:ગઠિયાએ વૃદ્ધને ફોન કરી પડોશી બોલતા હોવાનું કહી ઈમરજન્સી જણાવી 25 હજાર પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment