Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરણી બોટ દુર્ઘટના કેસ:પીડિતોને વળતરનો મુદ્દો કાનૂની દાવપેચમાં ભરાયો, વળતર ચૂકવણી માટે જવાબદાર નક્કી કરવાની કવાયત

    9 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા ઉપર ચર્ચા ચાલી રહી છે. કોટિયા પ્રોજેક્ટનું કહેવું છે કે વળતર ચૂકવવા માટે તે એકમાત્ર જવાબદાર વ્યક્તિ નથી. તેના માટે વીમા કંપની, સબ કોન્ટ્રાક્ટર ટ્રાયસ્ટાર અને ડોલ્ફિન પણ જવાબદાર છે. કોટિયા પ્રોજેક્ટ દ્વારા ક્લેમ કરવામાં મોડું કરવામાં આવ્યું ઇન્સ્યોરન્સ કંપનીએ જણાવ્યું હતું કે, કોટિયા પ્રોજેક્ટ દ્વારા ક્લેમ કરવામાં મોડું કરવામાં આવ્યું હતું. વળી કોટિયા પ્રોજેક્ટ દ્વારા સબ કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો, જેના માટે તે જવાબદાર નથી. વડોદરા મહાનગરપાલિકાનું કહેવું હતું કે તેને કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ કોટિયા પ્રોજેક્ટ દ્વારા મંજૂરી નહીં હોવા છતાં ડોલ્ફિન અને ટ્રાઇસ્ટારને સબ કોન્ટ્રાક્ટ આપીને કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. જ્યારે ડોલ્ફિન અને ટ્રાઇસ્ટારને સુપ્રીમમાં કોટિયા પ્રોજેક્ટની અરજી સંદર્ભે નોટિસ કાઢવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો છે. ઇન્સ્યોરન્સ કંપની વળતર ચૂકવવા જવાબદાર છે કે કેમ? અગાઉ હાઇકોર્ટે MACPની જોગવાઇ મુજબ વડોદરા જિલ્લા કલેકટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઘાયલોના પરિજનોને કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર થતી રકમ નક્કી કરવા માટે હુકમ કર્યો હતો. જેમાં કેટલાક મુદ્દાને લઈને કોટિયા પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટ ગયું હતું. હવે ટ્રાઇસ્ટાર અને ડોલ્ફિનને વળતર માટે જવાબદાર ગણવા કે કેમ તે મુદ્દો ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ વચ્ચે અટવાયો છે. જ્યારે ઇન્સ્યોરન્સ કંપની વળતર ચૂકવવા જવાબદાર છે કે કેમ તે અંગે અલગથી કેસ થઈ શકે તેમ છે. બોટિંગ પ્રવૃતિ ચલાવવા થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરાયો જવાબદારીના કિસ્સામાં કોટિયા પ્રોજેક્ટ દ્વારા હરણી તળવામાં બોટિંગના જોઇન્ટ વેન્ચર પાર્ટનર અને ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટમાં ચાલી રહેલ જાહેર હિતની અરજીમાં જોડવા સુપ્રીમ કોર્ટમાં માંગ કરી હતી. જે અંગે સુપ્રીમે જરૂરી નિર્દેશો આપ્યા હતા. આ હુકમ સંદર્ભે કોટિયા પ્રોજેક્ટ દ્વારા હાઇકોર્ટને જણાવાયું હતું કે હરણી તળાવમાં બોટિંગ પ્રવૃતિ ચલાવવા થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરાયો હતો. ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપી કોટિયા, ટ્રાઇ સ્ટાર એન્ટર પ્રાઈઝ અને ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ જોઇન્ટ પાર્ટનર છે. તેનો એગ્રીમેન્ટ ડેટ 8 જૂન, 2023 એ થયો હતો. કોટિયાને હરણી તળાવનો કોન્ટ્રાક્ટ મળ્યા પછી કોટિયાએ બોટિંગ પ્રવૃતિ માટે સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે VMC અને કોટિયા પ્રોજેક્ટ વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટ મુજબ પરમિસિબલ છે. જો કે હાઇકોર્ટે ઓરીજનલ કોન્ટ્રાક્ટ મુજબ સબ કોન્ટ્રાક્ટ આપવો પરમિસિબલ છે કે કેમ તે અંગે વડોદરા મહાનગરપાલિકાની એફિડેવીટ માંગી હતી. સાથે જ આ તળાવ પ્રોજેક્ટની ઇન્સ્યોરન્સ કંપની યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપી હતી. શું કોટિયાએ ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો? VMCએ એડિડેવિટ રજૂ કરી હતી કે, કોટિયાએ સબ કોન્ટ્રાક્ટ માટે મંજૂરી માંગી નથી કે VMC એ આપી નથી. હાઇકોર્ટે પૂછ્યું હતું કે શું કોટિયાએ ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો? જેનો જવાબ ના મળ્યો હતો. હાઇકોર્ટે કોટિયા પ્રોજેક્ટને મળેલા કોન્ટ્રાક્ટમાં સબ કોન્ટ્રાક્ટ આપવાની મંજૂરી છે કે કેમ? કોટિયાએ જણાવ્યું હતું કે, બોટિંગ પ્રવૃતિ જોઇન્ટ વેન્ચર પાર્ટનર કરતા હતા. કોટિયા, ડોલ્ફિન અને ટ્રાય સ્ટાર રેવન્યુ શેરિંગ કરતા હતા. અમે 25 ટકા વળતરની રકમ ભરી છે. મૃતકો અને ઇજાગ્રસ્તોને અલગ અલગ વળતર ચૂકવવા નક્કી કરાયું હતું અગાઉ પીડિતો અને કોટિયા પ્રોજેક્ટ એમ બંને પક્ષોને સાંભળ્યા બાદ વળતર નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં મૃતકોમાં 12 બાળકો અને 2 શિક્ષકો, જ્યારે 2 ઘાયલોને સમાવેશ થાય છે. MACP મુજબ ગણતરી કરતા મૃતક બાળક દીઠ 31.75 લાખ, એક શિક્ષકના પરિજનોને 11.22 લાખ, બીજા શિક્ષકને 16.68 લાખ તેમજ ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર વડોદરા જિલ્લા કલેકટરે નક્કી કર્યું છે. આ વળતર કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર છે. જેમાં જાહેર હિતની અરજી દાખલ થયેથી ચૂકવાય તેના સમયગાળામાં 9 ટકા વ્યાજ પણ ગણવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તમ ડેરીમાં દૂધ ભરાવાનો વિવાદ, પશુપાલકોની ટ્રેક્ટર રેલી:પોલીસ સાથે ઘર્ષણ થતાં 140ની અટકાયત, દહેગામથી સચિવાલય તરફ આવતા રસ્તાઓ પર નાકાબંધી કરી'તી
    Next Article
    Indian Man Sets World Record By Breaking 37 Flaming Concrete Blocks In 30 Seconds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment