Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસના બાટલા લઈ વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસ નેતા:પૂજારીઓએ ભગવો લજવ્યો, ભરણપોષણ કેસમાં પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક

    11 hours ago

    વિધાનસભામાં કોંગ્રેસે દેખાવો કર્યો અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે સર્જાયેલા ગેસ સંકટ પર કોંગ્રેસે વિધાનસભામાં દેખાવો કર્યો.અમિત ચાવડાએ ખભે સિલિન્ડર લીધો તો તુષાર ચૌધરીએ માથે લાકડા લઈને પહોંચ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત ગઈકાલે અમદાવાદ મેટ્રો કોર્ટ બાદ આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ અને ભરૂચ કોર્ટને મળી બોમ્બની ધમકી.સોમવારે પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પરિસરોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બસ્ક્વોડને સાથે રાખી તપાસ હાથ ધરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વૃદ્ધ પતિએ પત્ની પર કર્યો એસિડ અટેક સુરતની ફેમિલી કોર્ટમાં પતિએ પત્ની પર એસિડ ફેંક્યું.વૃદ્ધ દંપતીનો ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો. પત્ની પર એસિડ ફેંક્યા બાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી લીધી. .બંનેને સારવાર માટે ખસેડાયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગરમી સાથે સાથે વરસાદની આગાહી ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે હવે વરસાદની આફત..18-19મીએ રાજકોટ-વડોદરા સહિત 17 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો હજી 24 કલાક હીટવેવની આગાહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિંજલ રબારીએ ફરી કરી સુરક્ષાની માગ અન્ય સમાજમાં લગ્ન બાદ થયેલા વિવાદને પગલે સિંગર કિંજલ રબારીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શંકર ચૌઘરી પાસે સુરક્ષાની માગ કરી.. લગ્નની જાહેરાત બાદથી જ તેને અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભદ્ર પાથરણાં બજાર પર હાઈકોર્ટનો ચૂકાદો અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પાથરણાંવાળાને 21 માર્ચ સુધી પુનઃસ્થાપિત કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે એએમસી સર્વે વગર 'નો વેંડિગ ઝોન જાહેર ન કરી શકે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાયના ઘીના નામે નકલી ઘી વેચતું કારખાનું ઝડપાયું સુરતમાં ગાયના ઘીના નામે નકલી ઘી પીરસતા કારખાનું ઝડપાયું.. ડાલડામાં સોયાબીન તેલ અને કેમિકલ ભેળવીને જાણીતી બ્રાન્ડ્સના નામે નકલી ઘી વેચાતું હતું. પોલીસે 2200 જેટલા નકલી ઘીના ડબ્બા જપ્ત કર્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દાનપેટીમાંથી પૂજારીઓએ ચોરી કરી નોનવેજ અને દારુ પાર્ટી બાદ હવે જૂનાગઢના ગિરનારના અંબાજી મંદિરમાં પૂજારીઓનો ચોરી કરતો વીડિયો સામે આવ્યો.. દાનપેટીમાંથી ચોરી કરતા પૂજારીઓ સીસીટીવીમાં કેદ થયા છે.. કોંગ્રેસે ગંગાજળ- ગૌમૂત્રથી મંદિરનું શુદ્ધિકરણ કર્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાંધકામ અરજીમાં સેટલમેન્ટ માટે 3 લાખની લાંચ માગી રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરે બાંધકામ અરજીમાં સેટલમેન્ટના નામે 3 લાખ રુ.ની લાંચ માગી.. છેલ્લે સવા લાખમાં પતાવટ કરવાની વાત કરી, કોર્પોરેટરના આ કારસ્તાનનો વીડિયો પણ સામે આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજસ્થાનથી આવતી બસમાં આગ, 1નું મોત ધાનેરા પાસે રાજસ્થાનની ગુજરાત આવતી બસમાં આગ લાગી.. 1 મુસાફરનું મોત નીપજ્યું, 6 થી વધુ ગંભીર રીતે દાઝી ગયા. મુસાફરો જીવ બચાવવા બારીમાંથી કૂદી પડ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    LPG Crisis in India LIVE : गैस की किल्लत, जनता परेशान...देश के अलग-अलग हिस्सों में कैसे हालात! | LPG
    Next Article
    કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો વિદ્યાર્થી નીકળ્યો:ધો.10ની પરીક્ષા ન આપવા પ્રેંક, મેસેજમાં લખ્યું-'યોર સ્કૂલ વીલ બી કમ્પ્લિટલી ડિસ્ટ્રોઈડ ટુમોરો, ગોડ ઈઝ ગ્રેટ, અલ્લાહુ અકબર'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment