Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીટવેવ સામે આરોગ્ય વિભાગની તૈયારી:સ્મીમેર હોસ્પિટલમાં બાથ ટબ સાથે આઈસ બેડની વ્યવસ્થા, દર્દીને લૂ લાગતા તાત્કાલિત સારવાર આપી શકાશે

    14 hours ago

    સુરતના શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોકથી દર્દીઓને બચાવવા માટે અગ્રીમ તૈયારીઓમાં બાથટબ અને આઈસ બેડની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરીજનોને હીટ સ્ટ્રોકથી બચાવવા સુરત મનપાના ખાસ પગલાં ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે, માર્ચ મહિનામાં જ આકરી ગરમી પડી રહી છે. આગાહી પ્રમાણે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. આટલા તાપમાન વચ્ચે શહેરીજનોને ગરમી અને આકરા તાપથી ત્રાહિમામ પોકારવાની નોબત આવશે, જોકે બીજી બાજુ શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલના કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મુકાયા સ્મીમેર હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ જુદા જુદા વિભાગોમાં સારવાર માટે આવતા હોય છે. અહીં ફક્ત સુરત જ નહીં પરંતુ આસપાસના તેમજ નજીકના ગામડાઓથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. હવે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા આકરા તાપ અને વધતા તાપમાનને ધ્યાને રાખીને અને હીટવેવની સંભાવનાઓ વચ્ચે દર્દીઓ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે, દર્દીઓને હીટસ્ટ્રોકથી બચાવવા અને તાત્કાલિક ખાસ પ્રકારની ટ્રિટમેન્ટ મળી રહે તે માટે કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મુકવામાં આવ્યાં છે, તેમજ આઈસ બોક્ષ એટલે બરફની પેટી પણ મુકવામા આવી છે. દર્દીને લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર વધી જાય છે સ્મીમેરના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, ગરમીમાં જયારે કોઈ દર્દી હીટસ્ટ્રોક એટલે કે લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર નોર્મલ કરતા વધી જાય છે, સામાન્ય કરતા હાઈગ્રેડ તાવનો પારો 105- 106 સુધી પહોચી જાય, જેને પગલે બેભાન થઈ શકે અને કઈ પણ બબડયા કરે છે, આ ફરિયાદો એટલે કે જે દર્દીને લૂ લાગી હોય તેને જયારે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવશે, ત્યારે તેની સારવાર માટે બાથટબની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકથી બચવા આઈસ બેડની વ્યવસ્થા કરાઈ સ્મીમેરના RMOએ જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકવાળા દર્દીઓને એમના જે લક્ષણ છે કે અત્યંત ગરમી લાગવી, પરસેવો થવો, માથું દુખવું, ચક્કર આવવા, ઉલ્ટી-ઉપકા થવા, ગળું સુકાવું. જેનાથી બચવા માટે આપણે ત્યાં આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એમનું ટેમ્પરેચર નોર્મલ રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં પાણીના જગની વ્યવસ્થા જ્યારે પણ આવા દર્દીઓ આવે ત્યારે એમને પૂરતા પ્રમાણમાં એટલે કે બોડીમાં પાણી મેન્ટેન રહે એના માટે આઈવી ફ્લુઈડ્સ (IV Fluids), ઓઆરએસ (ORS), લિક્વિડ્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં પણ પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કોઈ પણ વ્યક્તિ કે દર્દીને આની તકલીફ ના પડે. અને આપણે આના માટે આપણા ઇમરજન્સી વિભાગમાં પણ એ બધી વ્યવસ્થા, આ રીતે આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 'લૂ' થી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવા દરેક વ્યક્તિએ 'લૂ' થી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. બહુ જ જરૂરી હોય ત્યારે જ તડકામાં નીકળવું. નીકળો ત્યારે માથા પર રૂમાલ, ઠંડુ કપડું અથવા છત્રી કે કેપ (Cap) પહેરીને નીકળવું. અને થોડા થોડા અંતરે નારિયેળ પાણી, પાણી, લીંબુ શરબત, છાશ વગેરે વધારે લિક્વિડ્સ લેવા જોઈએ, જેથી આપણા શરીરનું ટેમ્પરેચર મેન્ટેન રહે. દર્દીને સમસયર તાત્કાલિક સારવાર મળી રહે બાથટબની અંદર બરફવાળું ઠંડુ પાણી હોય છે, ટબની અંદર દર્દીને સુવડાવવામાં આવે છે, જેથી ઠંડા પાણીને લીધે બોડી ટેમ્પરેચર સામાન્ય થવા લાગે છે અને નોર્મલ થાય, આ રીતે દર્દીનો જીવનનો ખતરો ટળી જાય અને એક વિશેષ પ્રકારની સારવારથી તેનો જીવ બચાવી શકાય, તેમજ સમસયર તાત્કાલિક સારવાર મળી રહે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને અને હીટસ્ટ્રોકની સંભાવનાઓને જોઈને આ વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ નગર સેવાસદનનું ₹235.10 કરોડનું બજેટ મંજૂર:₹37.71 કરોડની પુરાંત, વિપક્ષે જૂના પ્રોજેક્ટોનો મુદ્દો ઉઠાવ્યો
    Next Article
    વૈભવ ચોકસી અખિલ ભારતીય સુવર્ણકાર સંઘના ગુજરાતના ઉપાધ્યક્ષ:સુરેન્દ્રનગરના યુવા અગ્રણીની વરણી વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહમિલન દરમિયાન કરવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment