Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકાએ ગેરકાયદે પાણી પ્લાન્ટ સીલ કર્યો:હંસાપુર સીમમાં ગૌચરની જમીન પર નગરપાલિકાના સદસ્યનો સાગરીત પાણીનો વેપાર કરતો હતો

    10 hours ago

    પાટણ નગરપાલિકાએ હંસાપુર સીમમાં ગૌચરની જમીન પર ચાલતા ગેરકાયદે પાણીના પ્લાન્ટને સીલ કર્યો છે. આ પ્લાન્ટ નગરપાલિકાની પાણીની ટાંકીમાંથી સીધું ગેરકાયદે કનેક્શન મેળવીને ચલાવવામાં આવતો હતો. પાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત દ્વારા આ પ્લાન્ટ ચલાવી પાણીનો વેપાર થતો હોવાનું ખુલ્યું હતું. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ કાર્યવાહીની વિગતો આપતા જણાવ્યું કે, હંસાપુરની સીમમાં આ પાણીનો પ્લાન્ટ નગરપાલિકાનું ગેરકાયદેસર પાણીનું કનેક્શન સીધું ટાંકીમાંથી લઈને ચલાવતો હતો. આ પ્લાન્ટ દ્વારા નગરપાલિકાના પાણીનો વેપાર કરવામાં આવતો હતો. અગાઉ ઓક્ટોબર મહિનામાં નગરપાલિકા દ્વારા આ જગ્યા ગૌચરની હોવાથી તેને ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. આ પ્લાન્ટ ચલાવનાર વ્યક્તિ નગરપાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત હોવાનું સામે આવ્યું છે. રમીલાબેન મારફતે કારોબારી સમિતિમાં આ ગ્રામ પંચાયત બાબતનો ઠરાવ મંજૂર કરાવવામાં આવ્યો હતો. જોકે, આ ઠરાવને પ્રાદેશિક કમિશનર કચેરી (RCM) માં પડકારવામાં આવ્યો હતો. તપાસના અંતે આ જગ્યા ગૌચરની હોવાનું સાબિત થતા RCM દ્વારા આ ઠરાવને કાયમી અસરથી નામંજૂર કરી દેવામાં આવ્યો હતો. આ જમીન નગરપાલિકાની માલિકીની હોવાથી અને તેના પર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાથી પાલિકા તંત્ર દ્વારા સીલિંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કુલપતિની ચેમ્બરમાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ:રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલી ઝપાઝપીમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા, પોલીસ દ્વારા NSUIનાં આગેવાનોની અટકાયત
    Next Article
    Harsh Sanghvi | આદિવાસી સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત | Bharuch | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment