Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીએમના દાહોદ પ્રવાસ પૂર્વે કલેક્ટરે વ્યવસ્થા સમીક્ષા કરી:સુરક્ષા-સુવિધામાં કચાસ ન રહેવા અધિકારીઓને કડક તાકીદ

    17 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સિંગવડ તાલુકાના આગામી પ્રવાસને લઈને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમના પૂર્વ આયોજનના ભાગરૂપે, જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને એક મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સિંગવડ ખાતે યોજાનાર કાર્યક્રમની સફળતા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ બેઠક દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાની શક્યતા છે. તેથી, સુરક્ષા અને સુવિધા બંને પાસાઓને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે. તેમણે સ્ટેજ મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, તેમજ ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા એવી રીતે ગોઠવવા તાકીદ કરી હતી જેથી સામાન્ય જનતાને કોઈ હાલાકી ન ભોગવવી પડે. કલેક્ટરે મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, પંખા-કુલર, અવિરત વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા અને ફાયર સેફ્ટી જેવી પાયાની જરૂરિયાતો સમયસર પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. તેમણે તમામ અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને સુચારૂ આયોજન કરવા માટે જરૂરી સૂચનો કર્યા. કાર્યક્રમ દરમિયાન શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટરે પૂર્વ આયોજન પર ભાર મૂક્યો હતો. આ મહત્વની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી અને પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વન વિભાગના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ અને બ્રિજેશ ચૌધરી સહિત અન્ય સંકલન અધિકારીઓએ પણ હાજરી આપી હતી. કલેક્ટરે તમામ વિભાગોને સોંપાયેલી કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઝાડી-ઝાંખરામાંથી અજાણ્યા શખ્સની કોહવાયેલી લાશ મળી:ધોરાજી ચોકડી નજીકથી મૃતદેહને ફોરેન્સિક પીએમમાં ખસેડાયો
    Next Article
    વિદ્યાનગરમાં 15 માર્ચે 'નમોત્સવ'નું આયોજન:સાઈરામ દવે અને 150 કલાકારોની ટીમ પરફોર્મ કરશે, ભવ્ય ડ્રોન શો મુખ્ય આકર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment