Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાન્ય બાબતે બે પક્ષ સામસામે:સાયન્સ સિટીમાં સોસાયટીમાં ગાડી પાર્ક કરવા મુદ્દે સેક્રેટરી-સભ્યો અને રહીશ વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી

    13 hours ago

    અમદાવાદ શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં ડિવાઇન રોડ પર આવેલી એવરેસ્ટ એમ્પાયર સોસાયટીમાં ગાડી પાર્ક કરવા બાબતે સોસાયટીના સેક્રેટરી અને સભ્ય વચ્ચે બોલાચાલી તેમજ મારામારી થઈ હતી. સોસાયટીના સભ્યની ગાડી બ્લોકના પાછળ આવવા જવાના રસ્તા પર પાર્ક કરવામાં આવી હતી. જેથી, ડ્રાઇવરે ગાડી હટાવવાની ના પાડી હતી અને મારા શેઠે અહીંયા જ મૂકવા કહ્યું હતું એમ કહ્યું હતું. આ દરમિયાનમાં ગાડી માલિક આવ્યા હતા અને તેમણે વાતચીત કરી હતી. બંને પક્ષે બોલાચાલી અને મારામારી થઈ હતી. આ સમગ્ર મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમારા શેઠ નિપુનભાઈએ અહીંયા ગાડી પાર્ક કરવાનું કહ્યું છે સાયન્સ સીટી રોડ પર આવેલી એવરેસ્ટ એમ્પાયર સોસાયટીમાં ગૌરવભાઈ ઠક્કર તેમના પરિવાર સાથે રહે છે અને બે વર્ષથી સોસાયટીના સેક્રેટરી છે. 12 તારીખે રાત્રે પોણા દસ વાગ્યાની આજુબાજુ ગૌરવભાઈ અને સોસાયટીના અન્ય સભ્યો ગાર્ડન પાસે બેઠા હતા ત્યારે સોસાયટીમાં રહેતા નિપુનભાઈ સિંઘવીના ડ્રાઇવર ગાડી લઈને ઈ બ્લોક પાછળ આવવા જવાના રસ્તા પર સોસાયટીના અડચણરૂપ ગાડી પાર્ક કરતા હતા. જેથી, ડ્રાઇવરે કહ્યું હતું કે ગાડી અહીંથી નહીં. અમારા શેઠ નિપુનભાઈએ અહીંયા ગાડી પાર્ક કરવાનું કહ્યું છે. જે બાદ ડ્રાઈવરે ગાળાગાળી કરવાની શરૂઆત કરી હતી, તેમના શેઠને ફોન કરી બોલાવ્યા હતા. બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ જઈ ફરિયાદ નોધી હતી નિપુનભાઈ અને તેમના બે જુનિયર વકીલ આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, મારા માણસને ગાડી મૂકતા કોણે રોકી છે? રાજકારણમાં મારી મોટી ઓળખાણ છે? મારું કશું નહીં બગાડી શકો. હું સોસાયટીના નિયમો માનવાનો નથી ગાડી ગમે ત્યાં મુકીશ થાય તેમ કરી લેજો. ગૌરવભાઈએ જણાવ્યું હતું કે, બપોરે સિક્યુરિટી ગાર્ડ પાસેથી સોસાયટીનો માઈગેટ એપ્લિકેશનનો મોબાઇલ ફોન લઈ લીધો છે તે પણ પાછો આપો. જેથી તેમણે કહ્યું હતું કે, ફોન તોડી નાખ્યો છે થાય એમ કરી લેજો સોસાયટીના સભ્યો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને તમામ સભ્યો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ તેઓએ ભેગા થઈ અને ગાળો બોલી માર્યો હતો. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી હતી. બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ જઈ ફરિયાદ નોધી હતી. ગૌરવભાઈ આપણી ગાડીની ચાવી લઈ લીધી છે નિપુનભાઈએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, રાત્રે હું મારા બે જુનિયર વકીલો સાથે ઘરે હાજર હતો ત્યારે મારા ભાઈ અજયભાઈનો ફોન આવ્યો હતો કે, ડી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ગાડીના પાર્કિંગ બાબતે ઝઘડો થયો છે. જેથી, જુનિયર વકીલની સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર ગયા હતા અને જ્યાં અમારા બે ડ્રાઇવર હાજર હતા. તેઓ જણાવ્યું હતું કે, ગૌરવભાઈ આપણી ગાડીની ચાવી લઈ લીધી છે સેક્રેટરી અને અન્ય સભ્યો ત્યાં હાજર હતા. આ બાબતે અગાઉના ઝઘડાની અદાવત રાખી અને ગાળા ગાળી કરી હતી. તમામ લોકોએ એકસંપ થઈને ગાળો બોલવા લાગ્યા હતા તેમની માતા વચ્ચે પડતા તેઓ પણ નીચે પડી ગયા હતા. સોસાયટીના માણસો ભેગા થઈ ગયા હતા આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સોસાયટીના સ્થાનિક લોકો પણ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે સોસાયટીના સ્થાનિક રહીશોનું ટોળું પહોંચ્યું હતું અને ગાડી માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ ગુજરાતને ‘દુબઈ મોડલ’ પર વિકસાવવાની તૈયારી:વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં રસ્તા સુધારણા માટે રૂ. 1,185 કરોડ મંજૂર; સુરતને વૈશ્વિક ટ્રેડિંગ હબ બનાવવાનો માસ્ટર પ્લાન
    Next Article
    રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરે સેટલમેન્ટના નામે 3 લાખ માંગ્યા, VIDEO:કહ્યું-'લેખિત ન આપું મારા કાંડા કપાઈ જાય હમણાં ચૂંટણી છે', ગેરકાયદે બાંધકામના નામે પૈસા ખંખેરવાનું કારસ્તાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment