Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતને ‘દુબઈ મોડલ’ પર વિકસાવવાની તૈયારી:વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં રસ્તા સુધારણા માટે રૂ. 1,185 કરોડ મંજૂર; સુરતને વૈશ્વિક ટ્રેડિંગ હબ બનાવવાનો માસ્ટર પ્લાન

    12 hours ago

    દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના રસ્તાઓને પહોળા અને સુવિધાસભર બનાવવા માટે રૂ. 1,185 કરોડના વિકાસ કામોને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 383 કિમી રસ્તાઓના 24 વિકાસ કામો હાથ ધરાશે આ મંજૂરી હેઠળ સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં કુલ 383 કિલોમીટર રસ્તાઓના 24 વિકાસ કામો હાથ ધરાશે. રાજ્ય સરકારનું માનવું છે કે, આ માર્ગ સુધારણા પ્રોજેક્ટોથી ઔદ્યોગિક વિસ્તારો, બંદરો અને લોજિસ્ટિક્સ હબ વચ્ચેનું જોડાણ મજબૂત બનશે અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભું કરવામાં મદદ મળશે. ભારત સરકાર અને નીતિ આયોગનો માસ્ટર પ્લાન તૈયાર ભારત સરકાર અને નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા સુરત ઇકોનોમિક રિજિયનના આર્થિક માસ્ટર પ્લાનને લગભગ 17 મહિના પહેલા સુરતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ માસ્ટર પ્લાનનો મુખ્ય હેતુ 2047 સુધી સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતને દેશના સૌથી મહત્વપૂર્ણ આર્થિક વૃદ્ધિ કેન્દ્રોમાં સ્થાન અપાવવાનો છે. વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા પગલું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સુરત ઇકોનોમિક રિજિયન માટે તૈયાર કરાયેલ આર્થિક માસ્ટર પ્લાન માત્ર એક બ્લુપ્રિન્ટ નથી, પરંતુ દૃષ્ટિવંત અને સર્વસમાવેશી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આયોજનબદ્ધ શહેરો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સુરતને સૌથી વધુ રૂ. 631 કરોડની ફાળવણી જિલ્લાવાર ફાળવણીમાં સુરતને સૌથી વધુ રૂ. 631 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે વલસાડને રૂ. 264 કરોડની મંજૂરી આપવામાં આવી છે. બાકીની રકમ નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં માર્ગ વિકાસ માટે ખર્ચવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રોકાણો ઔદ્યોગિક ક્લસ્ટરો અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદરૂપ બનશે. વિવિધ શહેરો અને તેની ખાસિયત નીતિ આયોગના અહેવાલ મુજબ, સુરત વિશ્વભરમાં કાપડ ઉત્પાદન અને હીરા પોલિશિંગ ઉદ્યોગ માટે ઓળખાય છે. ઉપરાંત કેમિકલ ઉદ્યોગો, નાના અને મધ્યમ ઉદ્યોગો તથા લોજિસ્ટિક્સ સેવાઓ પણ અહીં મજબૂત છે. જ્યારે ભરૂચમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોનું જોર છે, નવસારી કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ માટે જાણીતું છે, તાપીમાં એગ્રો-પ્રોસેસિંગ અને ડેરી પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ છે અને વલસાડમાં કેમિકલ ઉદ્યોગો સાથે પ્રવાસન પ્રવૃત્તિઓ પણ વિકસી રહી છે. દ. ગુજરાતની જીડીપી 2047 સુધીમાં 45,000 ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય હાલમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિ વ્યક્તિ જીડીપી લગભગ 4,600 ડોલર છે, જેને 2047 સુધી વધારીને 45,000 ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું માનવું છે કે, સુસંગત આયોજન અને મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. સુરતનું વ્યૂહાત્મક સ્થાન અને એક્સપ્રેસવે, રેલવે, સમુદ્રી બંદરો, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવી સુવિધાઓ તેને વૈશ્વિક ટ્રેડિંગ હબ તરીકે વિકસાવવાની દિશામાં વધુ ગતિ આપશે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ, રિયલ એસ્ટેટ, પ્રવાસન, માહિતી ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં પણ વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કમિશનરની અધ્યક્ષતામાં ICDSની સમીક્ષા બેઠક:ભાવનગરની આંગણવાડીઓમાં હવે FRSથી હાજરી અને 'પોષણ ટ્રેકર' પર દેખરેખ રાખવા કમિશનરની સૂચના
    Next Article
    સામાન્ય બાબતે બે પક્ષ સામસામે:સાયન્સ સિટીમાં સોસાયટીમાં ગાડી પાર્ક કરવા મુદ્દે સેક્રેટરી-સભ્યો અને રહીશ વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment