Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજીના વિકાસ માટે અરવલ્લી કોંગ્રેસે ભગવાનને પત્ર આપ્યો:શામળિયાના શિખરે ધજા ચડાવી, જિલ્લાના વિકાસની પ્રાર્થના કરી

    19 hours ago

    અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યાત્રાધામ શામળાજીના અટકેલા વિકાસ કાર્યોને ઝડપી બનાવવા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરોએ ભગવાન શામળિયાને પત્ર પાઠવી, ધજા ચડાવી અને જિલ્લાના વિકાસ માટે પ્રાર્થના કરી. આ વિરોધ શામળાજી ખાતે કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, યાત્રાધામ શામળાજીમાં વર્ષ 2011માં નગરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર સિવાયના સમગ્ર શામળાજી નગર, બજારો અને વહીવટી કચેરીઓ સહિતના વિભાગો ધ્વસ્ત કરાયા હતા. ત્યારબાદ શામળાજી મંદિરનો વિકાસ થયો છે, પરંતુ મંદિર આસપાસના શૌચાલય, રિંગરોડ, પુનર્વસન, વેપારીઓની દુકાનો, પાર્કિંગ સહિતના અનેક વિકાસ કાર્યો અટકી પડ્યા છે. શામળાજીની અમલમાં મુકાયેલી અને અટકી ગયેલી ટીપી સ્કીમને રિવાઇઝ કરવાની વાત પણ અધ્ધરતાલ છે, જેના કારણે તમામ વિકાસ કાર્યો થંભી ગયા છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ અટકેલા વિકાસ કાર્યોને ઝડપી બનાવવા અને યાત્રાધામ શામળાજી થકી સમગ્ર અરવલ્લી જિલ્લાનો વિકાસ થાય તે માટે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. આ માટે તેમણે ભગવાન શામળિયાના ચરણોમાં પત્ર પાઠવ્યો, મંદિરની પ્રદક્ષિણા કરી અને ધજા ચડાવી જિલ્લાના ઝડપી વિકાસ માટે પ્રાર્થના કરી.
    Click here to Read More
    Previous Article
    પેથાપુરમાં જૈન પ્રથમ તીર્થંકર આદિનાથનો જન્મ કલ્યાણક ઉજવાયો:સ્વપ્નવિલા ખાતે ભક્તામ્બર સ્તોત્ર વિધાન અને ધાર્મિક પ્રશ્ન મંચ યોજાયો
    Next Article
    પાલીતાણાની વિદ્યાર્થીનીએ ગુરુકુળ શિક્ષણ પર નવો કોન્સેપ્ટ રજૂ કર્યો:ઋષભ જન્મોત્સવમાં શત્રુંજય AI સેન્ટર પ્રોજેક્ટ માટે દ્વિતીય સ્થાન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment