Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમ્રાટ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:માતાઓ અને વાલીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો

    16 hours ago

    સુરતના પર્વત પાટિયા સ્થિત સમ્રાટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 માર્ચ, 2026ના રોજ સવારે 9:00 થી 11:00 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં મહિલાઓની શક્તિ, સિદ્ધિઓ અને મહત્વને ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માતાઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. ત્યારબાદ શાળાના સંચાલકોએ પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું, જેમાં સ્ત્રી સશક્તિકરણ અને સમાજમાં મહિલાઓના યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન વિવિધ રસપ્રદ અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક ફેશન શો, હાઉસી કાર્ડ ગેમ અને મ્યુઝિકલ ચેર જેવી રમતોનો સમાવેશ થાય છે. માતાઓએ ઉત્સાહપૂર્વક રેમ્પ વોક કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી અને રમતોમાં ભાગ લઈ આનંદ માણ્યો હતો. આ ઉપરાંત, 'હિયર મી આઉટ' નામની એક વિશેષ પ્રવૃત્તિ દ્વારા મહિલાઓને પોતાના વિચારો અને અનુભવો વ્યક્ત કરવાની તક પૂરી પાડવામાં આવી હતી. મહિલા સશક્તિકરણ વિષય પર એક પ્રેરણાદાયી પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌને પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતિમ તબક્કામાં, ઉપસ્થિત વાલીઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા. ત્યારબાદ તમામ મહિલાઓ અને શાળા સ્ટાફની હાજરીમાં કેક કટિંગ સેરેમની યોજાઈ, જેણે ઉજવણીને વધુ યાદગાર બનાવી. કાર્યક્રમના સમાપન પ્રસંગે શાળાના આચાર્યએ આભારવિધિ પાઠવી હતી. મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિ અને તેમના ઉત્સાહને કારણે આ કાર્યક્રમ અત્યંત સફળ અને યાદગાર બન્યો હતો. શાળા પરિવારે ઉપસ્થિત તમામ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'ગેસના બાટલાના રૂ.5000 માગે છે, કોલસાના ચૂલા પર ધંધો':'બાટલો નહીં મળે તો પરિવાર ભૂખ્યો રહેશે', 4 શાકના બદલે 2 આપે છે; અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરનું ભોજનાલય બંધ
    Next Article
    શુદ્ધ ઘીનાં નામે ગ્રાહકો સાથે છેતરપીંડીનો પર્દાફાશ:રાજકોટનાં કુવાડવા રોડની જય દ્વારકાધીશ ડેરી ફાર્મનું ઘી લેબોરેટરી પરીક્ષણમાં ફેઇલ, આરોગ્ય માટે જોખમી વેજીટેબલ ફેટની હાજરી મળી, ફૂડ વિભાગે કઠોળનાં 15 નમુના લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment