Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ:સ્થાનિક ચૂંટણી જીતવા કાર્યકરોને માર્ગદર્શન અપાયું

    14 hours ago

    બોટાદ જિલ્લામાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા અને આગામી જિલ્લા, તાલુકા તેમજ નગરપાલિકા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બોટાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતભાઈ કટારિયાએ કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીઓમાં જીત હાંસલ કરવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી. ટ્રેનર તરીકે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રમેશભાઈ શીલું અને ભાવનગર જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ હાજરી આપી હતી. તેમણે સેક્ટર અને મંડળ પ્રમુખોને જિલ્લા અને તાલુકા સ્તરની ચૂંટણીઓ કેવી રીતે જીતવી, લોકસંપર્ક કેવી રીતે વધારવો, કોંગ્રેસ પાર્ટીની વિચારધારા લોકો સુધી કેવી રીતે પહોંચાડવી, મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના ઉપાયો તેમજ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં 106 ગઢડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર જગદીશભાઈ એમ. ચાવડા, તાલુકા કોંગ્રેસના પ્રમુખો, માજી પ્રમુખ રમેશભાઈ મેર, કોંગ્રેસના વિરલભાઈ કટારિયા તેમજ મહિલા પ્રમુખ ગીતાબેન પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે, ઉપસ્થિત તમામ કાર્યકરો અને આગેવાનો દ્વારા આગામી જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણીઓમાં કોંગ્રેસને વિજય અપાવવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    MPની પ્રિયાએ એપાર્ટમેન્ટની અગાસીથી કૂદી જીવન ટૂંકાવ્યું:મોરબીમાં એક યુવાન અને અન્ય એક મહિલાએ ગળેફાંસો ખાધો, પોલીસે ત્રણેય મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી
    Next Article
    Surat Gas Shortage | ગેસની અછતથી સુરતીઓની ડીશમાંથી લોચો ગાયબ | War Effect | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment