Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોટા બાનાખત કરી મહિલાની દુકાન પડાવી લીધી:ગાડી વેચ્યા બાદ નામ ટ્રાન્સફર કરાવ્યું નહીં ને પૈસા મેળવી લીધા, છેતરપિંડી કરવા મામલે પોલીસ ફરિયાદ

    11 hours ago

    અમદાવાદ શહેરમાં છેતરપિંડીના અલગ અલગ બનાવ બન્યા છે, નારોલ વિસ્તારમાં રહેતા વેપારીને ગાડી વેચ્યા બાદ નામ ટ્રાન્સફર કરાવ્યું નહીં અને પૈસા મેળવી લીધા હતાં. વેચેલી ગાડી પોલીસમાં જમા કરાવવા માટે કહ્યું હતું, જોકે તેના પૈસા પરત માંગતા પૈસા આપ્યાં નહોતા. અવારનવાર વાયદાઓ કરી પૈસા પરત ના આપતા પોલીસ ફરિયાદ કરી છે. જ્યારે જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરમાં દુકાન પડાવી લેવાના બહાને ભાડા કરાર કર્યો હતો. ત્યારબાદ બનાવટી બાનાખત બનાવી ખોટી સહીઓ કરી અને બળજબરીથી દુકાન પડાવી લઈ છેતરપિંડી કરી છે. પોલીસે છેતરપિંડીના ગુના નોંધી આમ તપાસ શરૂ કરી છે Creta ગાડી 13 લાખમાં લેવાનું નક્કી કર્યું'તું નારોલ વિસ્તારમાં મોની હોટલ પાસે આવેલી વૃદૂલ પાર્ક સોસાયટીમાં હરેશભાઈ ચાવડા રહે છે જેઓ ગોડાઉન ખરીદ વેચાણનું કામ કરે છે તેમની ઓફિસની નજીક અક્ષય પ્રજાપતિ નામના વ્યક્તિની મોબાઇલની દુકાન આવેલી છે જેથી તેને ઓળખે છે. હરેશભાઈને સેકન્ડમાં ગાડી લેવાની હોવાથી અક્ષય પ્રજાપતિને વાત કરી હતી. 18 ઓગસ્ટ 2024ના દિવસે અક્ષય પ્રજાપતિએ કાળા કલરની Hyundai Creta ગાડીના ફોટા બધા વેચાણમાં આવી છે, જેથી જે ગાડી જોવા માટે બીજા દિવસે બપોરે ગયા હતાં. હરેશભાઈએ તેમના પરિવારના સભ્યોને લઈ ગયા હતા અને ગાડી જોઈ હતી બેથી ત્રણ માસ જૂની છે અને 15 લાખ રૂપિયા ભાવ છે. પરંતુ ઓછા ભાવે વેચવાની છે તેમ કહી 13,00,000માં લેવાનું નક્કી કર્યું હતું. 'મારા દીકરાને પોલીસે ગુનામાં પકડ્યો છે, વેચેલી ગાડી જમા કરાવીશું તો છોડી દેશે' ક્રેટા ગાડીમાં બેસીને અક્ષય પ્રજાપતિને રોકડા 6.55 લાખ રૂપિયા આપ્યા હતા, બાદમાં અલગ અલગ રીતે ટુકડે ટુકડે કુલ 10 લાખ રૂપિયા આપ્યા હતા અને ગાડી હરેશભાઈને આપી દીધી હતી, બાદમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે કહ્યું હતું. એક સપ્ટેમ્બર 2024 ના રોજ અક્ષયના પિતાએ હરેશભાઈને ફોન કરીને કહ્યું હતું કે તમે મારા ઘરે આવો મારા દીકરાને પોલીસે ગુનામાં પકડ્યો છે અને તમને વેચેલી ગાડીને જમા કરાવીશું તો અક્ષયને છોડી દેશે. ખોટા વાયદા કરીને ગાડીના પૈસા પરત ના આપી છેતરપિંડી કરી જેથી હરેશભાઈએ કહ્યું હતું કે, ગાડીના 10 લાખ રૂપિયા આપી દો. જયંતીભાઈએ કહ્યું હતું કે, અમારી પાસે પૈસા નથી અમારી માલિકીની દુકાન અને ફોરવ્હિલરની ગાડીની ચાવીઓ તમને આપીએ છીએ જેનું કાયદેસરનું લખાણ કરી આપીશું. ત્યારબાદ જયંતિ પ્રજાપતિએ ખોટા વાયદા કરીને ગાડીના પૈસા પરત ના આપી છેતરપિંડી કરતા તેમણે નારોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખોટા બાનાખત કરી મહિલાની દુકાન પડાવી લીધી મૂળ ધોળકાના રાધનપુરી વાડમાં રહેતા ફારુકભાઈ રાધનપુરી ધોળકામાં જ કાપડનો વેપાર કરે છે. જુહાપુરામાં રોયલ અકબર ટાવરમાં વર્ષ 2001માં તેમની માતાના નામે દુકાન ખરીદી હતી. વર્ષ 2014માં આ દુકાન નાવેદ ખાન મહેંદી નામના વ્યક્તિને ભાડે આપવામાં આવેલી હતી. જેનો ભાડા કરાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ બે વર્ષ સુધી ભાડા કરાર કરવામાં આવ્યો હતો. 2016 સુધી ભાડા કરાર કરવામાં આવ્યો હતો જેની મુદત પૂરી થતાં નાવેદ ખાન અને તેમના પુત્રને વાત કરતા નવો કરાર કર્યો નહોતો અને અવારનવાર દુકાન માલિક ફારુકભાઈની માતાને ધક્કા ખવડાવતા હતા દુકાન ખાલી કરવા માટે કહ્યું છતાં પણ તેઓ ભાડા કરાર નહીં કરે દુકાન ખાલી નહીં કરે અને ટેક્સ પણ નહીં ભરે એવી વાત કરી હતી. મહિલાઓ કોઈપણ પ્રકારનો બાનાખત કરી આપ્યો નથી દુકાન ખાલી કરવા અંગે વાત કરી ત્યારબાદ પણ વર્ષ 2021માં ઝોન 7 ડીસીપીને આ મામલે અરજી કરી હતી અને જેની તપાસ વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. જેથી નાવેદ ખાનને પોલીસ સ્ટેશન બોલાવતા તેમણે કહ્યું હતું કે દુકાન માલિક જૈનબબીબીને રૂપિયાની જરૂરિયાત પડતા વર્ષ 2018માં તેમણે ટુકડે ટુકડે રૂપિયા 15 લાખ રૂપિયા આપ્યા છે અને તેનો બહાનાખત કરી આપ્યો છે તેવું બતાવ્યું હતું. બાનાખતની નકલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી. જૈનબ બીબીએ કોઈપણ પ્રકારનો બહાનાખત કરી આપ્યો નથી જેથી નાવેદખાને રજૂ કરેલા બહાના ખતમાં તેમની સહી હતી જે ખોટી સહી હોવાનું ધ્યાને આવ્યું હતું. FSLની ખરાઈમાં સહિઓ ખોટી હોવાનું ખુલ્યું નાવેદખાને ખોટા બાનાખતના આધાર બતાવીને કોર્ટમાં દાવો દાખલ કરી દીધો હતો અને ખોટા બહાનાખત કરાર બનાવવામાં આવ્યા હતાં. જે બાબતે પોલીસ સ્ટેશનમાં રજૂઆત બાદ FSL કચેરીમાં ખરાઈ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. જે FSLની ખરાઈ થઈને આવી હતી જેમાં ખોટી સહી હોવાનું ધ્યાને આવતા આ મામલે વેજલપુર પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Lok Sabha LIVE : संसद भारी हंगामा, लोकसभा से LIVE | PM Modi | Nirmala Sitharaman LIVE
    Next Article
    MPની પ્રિયાએ એપાર્ટમેન્ટની અગાસીથી કૂદી જીવન ટૂંકાવ્યું:મોરબીમાં એક યુવાન અને અન્ય એક મહિલાએ ગળેફાંસો ખાધો, પોલીસે ત્રણેય મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment