Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈમાં બુર્જ ખલીફા પાસે ફરી ઈરાનનો ડ્રોન હુમલો:ટ્રમ્પે કહ્યું, ઈરાની સરકારનાં લોકોને મારવા સન્માનજનક; ન્યૂયોર્ક ટાઇમ્સ પર જુઠાણું ફેલાવવાનો આરોપ

    23 hours ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 14મો દિવસ છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે ઇરાનની સરકાર સાથે જોડાયેલા લોકોને મારવા તેમના માટે 'ઘણું મોટું સન્માન' છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે અમેરિકા, ઇરાનની સરકારને દરેક રીતે નબળી પાડી રહ્યું છે. તેમના મતે અમેરિકા સૈન્ય અને આર્થિક રીતે ઇરાન પર દબાણ બનાવી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે ઇરાનની નૌકાદળ અને વાયુસેનાને ઘણું નુકસાન થયું છે. તેમણે એમ પણ કહ્યું કે ઇરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતાને ઝડપથી ખતમ કરવામાં આવી રહી છે અને તેના ઘણા નેતાઓ માર્યા ગયા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઇરાન છેલ્લા 47 વર્ષથી દુનિયાભરમાં નિર્દોષ લોકોને મારતું રહ્યું છે અને હવે હું અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે, તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યો છું. તેમણે અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સની પણ ટીકા કરી. ટ્રમ્પે લખ્યું કે અમેરિકા, ઇરાનના શાસનને સૈન્ય, આર્થિક અને અન્ય રીતોથી સંપૂર્ણપણે તબાહ કરી રહ્યું છે, પરંતુ જો કોઈ ન્યૂયોર્ક ટાઇમ્સ વાંચે તો તેને લાગશે કે અમેરિકા જીતી જ નથી રહ્યું. દાવો- ઈરાનના નવા સુપ્રીમ લીડરનો પગ કાપવો પડ્યો ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ગંભીર રીતે ઘાયલ છે અને કોમામાં છે. બ્રિટિશ મીડિયા ધ સનની રિપોર્ટ અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઘાયલ થયા બાદ તેમને તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત અત્યંત ગંભીર છે. રિપોર્ટ અનુસાર, હુમલામાં ઈજા એટલી ઊંડી હતી કે તેમનો એક પગ કાપવો પડ્યો અને લિવરને પણ ગંભીર નુકસાન થયું છે. હોસ્પિટલના એક ભાગને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં ભારે સુરક્ષા તૈનાત છે. મુજતબા ખામેનીને તેમના પિતા અને ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ બાદ 9 માર્ચે દેશના નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા હતા. અલી ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ‘Dinho’: The lonely, remarkable journey of Manisha Kalyan – from a barefoot girl in Muggowal to scoring ‘goal of the tournament’ at 2026 Women’s Asian Cup
    Next Article
    ગુજરાતમાં 15 વર્ષથી જૂના સરકારી વાહનો સ્ક્રેપ થશે:જૂના વાહનોનો જાળવણી ખર્ચ અને કાર્યક્ષમતાને ધ્યાને રાખી નિર્ણય લેવાયો, રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment