Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ-એટેક:છૂટાછેડાના કેસ માટે આવેલા વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવી લીધું

    13 hours ago

    સુરતની ફેમિલી કોર્ટમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. હાલમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે કોર્ટ પરિચરમાં ભાગદોડ મચી જવા પામી હતી. સુરત જિલ્લા સેવા સદનના પાંચમા માળે આ ઘટના બની હતી, જ્યાં પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે આવ્યા હતા. આ મામલે પોલીસે એસિડ ફેકનાર સામે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, છુટાછેડાના કેસ માટે આવેલાં વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યું હતું. જે બાદ તેણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બન્નેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલમાં બન્ને સારવાર હેઠળ છે. પાછળ જોયું તો પતિ તેની પત્ની પર એસિડ નાખી રહ્યો હતો, અમને પણ છાંટ ઉડ્યાંઃ વર્ષા પટેલ આ ઘટનાને નજરે જાનારા મહિલા વકીલ વર્ષા પટેલે જણાવ્યું કે, કૃષ્ણાબેન જોડે અમે આગળની હરોળમાં બેઠા હતા અને અમારી પાછળ આ જે બેન ઉપર એસિડ-એટેક થયો તે બેઠા હતાં. એમની પાછળ જ તેમના પતિ પણ બેઠા હતા. અચાનક અમારી પાછળથી ચીસાચીસ થઈ અને એસિડના છાંટા અમારી ઉપર પણ પડ્યાં. થોડી બળતરા થવા જેવું લાગ્યું અને એસિડની સ્મેલ આવી એટલે પાછળ ફરીને અમે જોયું, તો પેલા હસબન્ડે મહિલા પર બોટલથી એસિડ નાખી રહ્યા હતા. એમના મોઢા પર એસિડ પડ્યું હતું અને એ બેનની એક તરફની આંખ બંધ થઈ ગઈ હતી. અમને છાંટા ઉડ્યા એટલે જે-તે ટાઈમે થોડી બળતરા થઈ હતી, અત્યારે કંઈ નથી. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ.… 5 મહિના પહેલાં અમદાવાદમાં પત્નીએ પતિ પર એસિડ-એટેક કર્યો હતો આજથી પાંચ મહિના પહેલાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એસિડ-એટેકની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ-એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ-એટેક કર્યો હતો. આ એસિડ-એટેકમાં ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. સેટેલાઈટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    LPG અછત પર દિલ્હીમાં કોંગ્રેસનું ચૂલો લઈને પ્રદર્શન:રાજસ્થાનમાં સિલિન્ડરની અંતિમયાત્રા કાઢવામાં આવી; પંજાબમાં લાઇનમાં ઉભેલા વૃદ્ધનું મોત
    Next Article
    ભગવાધારી પૈસાના પૂજારીઓ CCTVમાં કેદ:ગિરનાર પર અંબાજી મંદિરની દાનપેટીમાંથી રૂપિયાની થેલી ભરી, કોંગ્રેસે ગંગાજળ-ગૌમૂત્રથી શુદ્ધીકરણ કર્યું ને ભાજપ ચૂપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment