Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં રાંધણ ગેસની કાળાબજારી રોકવા તંત્ર સક્રિય:કલેક્ટરે સ્પેશિયલ ટીમ બનાવી, ગ્રાહકો સીધો સંપર્ક કરી શકશે

    9 hours ago

    આણંદ જિલ્લામાં એલપીજી ગેસ ધારકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં રાંધણ ગેસ મળી રહે તે સુનિશ્ચિત કરવા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોમાં જિલ્લા પુરવઠા અધિકારી અને તાલુકા મામલતદારોનો સમાવેશ થાય છે. આ ટીમો દ્વારા ગેસ એજન્સીઓ અને સંગ્રહસ્થાનો પર આકસ્મિક તપાસણીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીએ ગ્રાહકોને ખાતરી આપી છે કે આણંદ જિલ્લામાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાશે નહીં અને સમયસર ગેસ ઉપલબ્ધ થશે. જો કોઈ ગેસ એજન્સી સિલિન્ડર આપવામાં આનાકાની કરે અથવા કાળાબજારી કે સંગ્રહખોરી ધ્યાને આવે, તો ગ્રાહકોને તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી અથવા સંબંધિત તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધાને આપઘાત માટે મજબૂર કરવાના કેસ:મોરબીમાં મહિલા સહિત 8 આરોપી જેલ હવાલે, મૃતક વૃદ્ધાની સુસાઈડ નોટના આધારે તપાસ
    Next Article
    Gas Cylinder Chaos in Jhalod Dahod | ઝાલોદ ઇન્ડિયન ગેસ એજન્સી પર લાંબી લાઈનો | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment