Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેમિફાઇનલમાં ભારત હારતા શફી ઇનામદારનું હાર્ટ અટેકથી મોત:ગુજરાતીની આંગળી પકડી નાટકો શીખ્યા, કાર થાંભલા સાથે અથડાતા પત્નીનું મોત

    13 hours ago

    'પોલીસ ના કિસી સે મહોબ્બત કરતી હૈ ના નફરત કરતી હૈ... હમ સિર્ફ ડ્યૂટી કરતે હૈ...' (ટક્કર) 'આદમી કોઈ પથ્થર નહીં હૈ કી ઇક બાર જૈસા બન ગયા, ઝિંદગી ભર વૈસા હી બના રહેગા...' (નરસિમ્હા) 'મુઝે પઢના આતા હૈ, જો શબ્દોં મૈં લિખા હૈ વો ભી.. જો શબ્દોં મેં નહીં લિખા વો ભી...' (નરસિમ્હા) 'તુમ્હે ખો દિયા હૈ પાને કે બાદ...તેરી યાદ આઇ તેરે જાને કે બાદ...' (C.I.D) 'ઔરત કો ઔર સાડી કો સંભાલના બહુત મુશ્કિલ કામ હૈ...' (લવ) આ ડાયલોગ્સ બોલિવૂડ એક્ટર શફી ઇનામદારે જ્યારે બોલ્યા ત્યારે ચાહકોએ સપોર્ટિંગ રોલમાં હોવા છતાં તાળીઓથી વધાવી લીધા હતા. શફી ઇનામદારે પોતાની દમદાર એક્ટિંગથી ચાહકોને પોતાના આશિક બનાવ્યા હતા. શફીએ ફિલ્મમમાં મોટાભાગે પોલીસના રોલ વધુ કર્યા છે. 13 માર્ચ એટલે કે આજે શફી ઇનામદારની 30મી ડેથ એનિવર્સરી છે. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું શફી ઇનામદારની... શફી ઇનામદારને બોલિવૂડમાં લાવવાનું શ્રેય કોને જાય છે? શફી ઇનામદારે જીવનમાં એક માત્ર કઈ ફિલ્મ ડિરેક્ટ કરી હતી? શફીની કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ? શફી ઇનામદારે કઈ કઈ ભાષાના નાટકોમાં કામ કર્યુ? 23 ઓક્ટોબર, 1945માં બ્રિટિશ ઇન્ડિયામાં મહારાષ્ટ્રના પનગરીમાં જન્મેલા શફી ઇનામદાર મૂળ કોંકણી હતા. પછી પરિવાર મુંબઈ શિફ્ટ થયો ને શફીએ મુંબઈમાંથી જ અભ્યાસ કર્યો. સેન્ટ જોસેફ હાઇસ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું ને ત્યારબાદ 1963માં કે. સી. કોલેજમાંથી B.Sc પાસ આઉટ કર્યું. શફી ઇનામદારને નાનપણથી જ એક્ટિંગનો ઘણો જ શોખ હતો. નાનપણથી જ ડ્રામામાં રસ શફીને નાનપણથી જ ડ્રામામાં રસ હતો અને તેઓ નાટકોમાં એક્ટિંગની સાથે સાથે ડિરેક્શન પણ કરતા. અભ્યાસ દરમિયાન શફી ઇનામદાર વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા. નાનપણથી જ શફી ઇનામદારની ઈચ્છા પર્ફોર્મિંગ આર્ટિસ્ટ તથા થિયેટર પર્સનાલિટી બનવાની હતી. કોલેજ પૂરી કર્યા બાદ શફી ઇનામદારે ગુજરાતી થિયેટરના દિગ્ગજ એવા પ્રવીણ જોશી સાથે એક્ટર તથા ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી. પ્રવીણ જોશી પાસેથી જ શફી ઇનામદાર નાટકોની બારીકાઇ શીખ્યા. ત્યારબાદ શફી પૃથ્વી થિયેટર સાથે જોડાયા. 1973-78 દરમિયાન શફીએ 30થી વધુ જેટલા અંગ્રેજી, હિંદી, ગુજરાતી તથા મરાઠી નાટકોમાં કામ કર્યું અને ડિરેક્ટ પણ કર્યા. ગુજરાતી સહિત અલગ-અલગ ભાષાના નાટકોમાં કામ કર્યુ પૃથ્વી થિયેટર છોડ્યા બાદ શફી ઇનામદાર ઇન્ડિયન નેશનલ થિયેટર એન્ડ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશનમાં જોડાઈ ગયા. ત્યાં તેઓ બલરાજ સાહની તથા નાટકોના અન્ય દિગ્ગજોને મળ્યા. આ સંસ્થામાં રહીને શફીએ પોતાની એક્ટિંગ સ્કિલ વધુ શાર્પ કરી. 1982માં શફીએ પોતાનું થિયેટર ગ્રુપ 'હમ પ્રોડક્શન્સ' શરૂ કર્યું. શફી માટે ઉર્દૂ નોવેલિસ્ટ ઇસ્મત ચુગતાઈનું નાટક 'નીલા કમરા' ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું. આ નાટકમાં તેમણે ત્રેવડી ભૂમિકા ભજવી. તેઓ ડિરેક્ટર, પ્રોડ્યુસર તથા એક્ટર હતા. આ ઉપરાંત તેમણે કન્નડ રાઇટર તથા એક્ટર ગિરીશ કર્નાડે લખેલા 'નાગ મંડળ' નાટકમાં પણ કામ કર્યું હતું. નાટકોમાં દમદાર એક્ટિંગ જોઈ ટીવી સિરિયલ મળી ડિરેક્ટર કુંદન શાહ, શફી ઇનામદારની એક્ટિંગ પર ઓવારી ગયા હતા. 1984માં શફી ઇનામદારે ડિરેક્ટર કુંદન શાહની ટીવી સિરિયલ 'યે જો હૈ જિંદગી'માં સ્વરૂપ સંપત (પરેશ રાવની પત્ની) સાથે ભૂલક્કડ પતિનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલમાં રાકેશ બેદીએ શફી ઇનામદારના સાળાનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલને કારણે શફી ઇનામદાર ભારતભરમાં લોકપ્રિય થયા. સામાન્ય રીતે તે સમયે વધુમાં વધુ 52 એપિસોડ ટેલિકાસ્ટ થતા, પરંતુ આ સિરિયલના 61 એપિસોડ આવ્યા હતા. આ સિરિયલ દર શુક્રવારે રાતે આવતી ને એ હદે લોકપ્રિય હતી કે ભાગ્યે જ તે સમયે કોઈ એક એપિસોડ પણ જોવાનું ચૂકતો હોય. મજાની વાત એ છે કે શુક્રવાર રાત્રે થિયેટરમાં જૂજ હાજરી હોવાથી ડિસ્ટ્રીબ્યૂટર હેરાન પરેશાન થઈ ગયા હતા. દર્શકો સિરિયલને કારણે ગમે તેવી સારી ફિલ્મ જોવા થિયેટરમાં જતા નહોતા. શુક્રવારે રાત્રે ફિલ્મનું કલેક્શન ઘટી જ ગયું હોય. આ સિરિયલના જબરજસ્ત ક્રેઝનો પુરાવો હતો. આ સિરિયલના દરેક પાત્રો ચાહકોને ગમતા હતા. ત્યારબાદ શફીએ ઘણી સિરિયલમાં કામ કર્યું. ટીવી સિરિયલમાં તેઓ મોટાભાગે કોમન મેનનો રોલ કરતા. 'તેરી ભી ચુપ મેરી ભી ચૂપ' સિરિયલમાં પણ શફી ઇનામદારની દમદાર એક્ટિંગ જોવા મળી હતી. શશિ કપૂરની ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું શશિ કપૂરે પૃથ્વી થિયેટરમાં શફી ઇનામદારનું કામ જોયું હતું. આ જ કારણે 1982માં શશિ કપૂરે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ 'વિજેતા'માં શફી ઇનામદારને લેવાનું નક્કી કર્યું. શફીની આ બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મને ગોવિંદ નિહલાનીએ ડિરેક્ટ કરી હતી. ત્યારબાદ શફી ઇનામદાર 'અર્ધ સત્ય' ફિલ્મમાં જોવા મળ્યા. બી. આર. ચોપરાની 'આજ કી આવાઝ' શફી ઇનામદાર માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. આ ફિલ્મ બાદથી શફી ઇનામદાર બી. આર. ચોપરાની ફિલ્મમાં અચૂકથી જોવા મળતા. નાના પાટેકરની 'ક્રાંતિવીર'માં શફી ઇનામદારે ટીવી એન્કરની ભૂમિકા ભજવી હતી. માનવામાં આવે છે કે 'આપ કી અદાલત' ફૅમ રજત શર્મા સાથે તેમનો રોલ ખાસ્સો મળતો આવતો હતો. સાગર સિપ્પીની ફિલ્મ 'સાગર'માં શફી ઇનામદાર જોવા મળ્યા હતા. શફીએ પોતાની કરિયરમાં એક માત્ર ફિલ્મ 'હમ દોનો' ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં નાના પાટેકર, રિશી કપૂર તથા પૂજા ભટ્ટ હતા ને ફિલ્મ બોક્સઑફિસ પર સુપરડુપર હિટ રહી હતી. શફી ઇનામદાર ફિલ્મી કરિયરમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળતા, પરંતુ તેમની ડાયલૉગ ડિલિવરી ને એક્ટિંગ એટલી શાનદાર રહેતી કે નાનામાં નાના રોલમાં પણ ચાહકોના દિલોદિમાગ પર છવાઈ જતા. શફી ઇનામદારે બે દાયકા સુધી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. શફીએ મરાઠી દિગ્ગજ એક્ટ્રેસ ભક્તિ બર્વે સાથે લગ્ન કર્યા હતા. તેમને કોઈ સંતાન નહોતું. વર્લ્ડકપની ભારત-શ્રીલંકાની સેમિફાઇનલ શફી ઇનામદારના મોત માટે જવાબદાર 13 માર્ચ, 1996ના કાળમુખા દિવસે શફી ઇનામદારનું મોત થયું. આ જ દિવસે કોલકાતાના ઇડન ગાર્ડનમાં ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ ભારત ને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી હતી. ભારતે ટૉસ જીતીને બોલિંગ કરવાનું નક્કી કર્યું. 35 રન પર શ્રીલંકાના ત્રણ ખેલાડી આઉટ થઈ ગયા હતા. જોકે, પછી ક્રિકેટર અરવિંદ ડિસિલ્વા ને રોશન મહાનમા ક્રીઝ પર આવ્યા ને શ્રીલંકાના 9 વિકેટે 251 રન બન્યા. ટીમ ઇન્ડિયાએ 252 રન કરવાના હતા. ટીમ ઇન્ડિયાએ બેટિંગ શરૂ કરી. નવજોત સિદ્ધુ બહુ જલદી આઉટ થઈ જાય છે અને પછી સચિન તેંડુલકર ને સંજય માંજરેકર વચ્ચે પાર્ટનરશિપમાં 98 રન થાય છે, પરંતુ 120 રન થતાં થતાં 8 વિકેટ જતી રહી હતી. ભારતના નિરાશાજનક પરિણામને કારણે સ્ટેડિયમમાં દર્શકોએ તોફાન મચાવ્યું સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો ભારતનું નિરાશાજનક પર્ફોર્મન્સ જોઈને રોષે ભરાયા અને મેદાનમાં પ્લાસ્ટિક ને કાચની બોટલ્સ છૂટ્ટી ફેંકવાની શરૂ કરી. સેફ્ટી ઇશ્યૂ ઊભો થતાં જ શ્રીલંકન કેપ્ટન અર્જુન રણતુંગા પોતાની પૂરી ટીમ સાથે ડ્રેસિંગ રૂમમાં જતો રહે છે. 20 મિનિટ બાદ તે ફરી સ્ટેડિયમમાં આવે છે. જે સમયે શ્રીલંકન ટીમ મેદાન છોડીને ગઈ હતી ત્યારે 35મી ઓવરનો પહેલો બોલ ફેંકાયો હતો અને મુથૈયા મુરલીધરન બોલિંગ કરતો હતો. મેદાન પર ફરી મેચ શરૂ થાય છે અને ફરીથી દર્શકો ગેરવર્તન કરવા લાગ્યા. મેદાનમાં પાછી બોટલો ફેંકવામાં આવી. આટલું જ નહીં, હવે તો કેટલાક દર્શકોએ સ્ટેડિયમમાં ખુરસીઓને આગ લગાવી દીધી. પરિસ્થિતિ વધુ પડતી તંગ બનતા અંતે રેફરી તથા અમ્પાયરે મેચ રમી શકાશે નહીં તેવો નિર્ણય લીધો. તે સમયે વિનોદ કાંબલી ક્રીઝ પર હતો અને તેણે 10 રન બનાવ્યા હતા. વિનોદ કાંબલીએ અધિકારીઓને વિનંતી કરી, પરંતુ કોઈએ તેની વાત કાને ધરી નહીં. આ જ કારણે વિનોદ કાંબલી સ્ટેડિયમમાં બેસીને રડી પડ્યો. શ્રીલંકન ટીમને વિનર જાહેર કરવામાં આવી. વિનોદ કાંબલીના આંસુને ટીવી પર લાખો દર્શકોએ જોયા અને તેમાંથી એક શફી ઇનામદાર પણ હતા. વર્લ્ડકપમાં ભારતની હાર થતાં શફી ઇનામદારને આઘાત લાગ્યો ને તેમને મૅસિવ હાર્ટ અટેક આવતા અવસાન થયું. શફી ઇનામદારનું અવસાન થયું ત્યારે તેઓ 'તેરી ભી ચૂપ મેરી ચૂપ' તથા 'ઓલ ધ બેસ્ટ' જેવી સિરિયલમાં કામ કરતા હતા. 'તેરી ભી ચૂપ મેરી ચૂપ' સિરિયલ બંધ થઈ ગઈ ને 'ઓલ ધ બેસ્ટ'માં શફી ઇનામદારને બદલે સતીશ શાહને લેવામાં આવ્યા. શફી ઇનામદારના મોત બાદ 'યશંવત' ફિલ્મ રિલીઝ થઈ હતી. નાના પાટેકરની આ ફિલ્મમાં શફીએ એડવોકેટનો રોલ પ્લે કર્યો હતો. શફી ઇનામદાર તથા બોલિવૂડ એક્ટર રાજેશ ખન્ના વચ્ચે ખાસ મિત્રો હતા. બંનેએ 'અમૃત', 'નઝરાના', 'આવામ' તથા 'અનોખા રિશ્તા' જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. અધૂરી રહેલી એક ઈચ્છા... મોતના થોડા દિવસો પહેલા જ શફી ઇનામદારે મરાઠી નાટક 'બા રિટાયર ઝાલી' જોયું હતું. આ નાટક પરથી તેઓ હિંદીમાં નાટક બનાવવા માગતા હતા. તેમણે આ અંગે ડિરેક્ટર-રાઇટર રૂમી જાફરીને કહ્યું હતું. રૂમી જાફરીએ આ નાટક અંગે રાઇટર સચિન ભૌમિક સાથે વાત કરી હતી. નાટકને શફી ઇનામદાર ડિરેક્ટ કરવાના હતા, સચિન ભૌમિક રાઇટર તો રૂમી જાફરી ડાયલોગ લખવાના હતા. ત્રણેય વચ્ચે મુલાકાત પણ થઈ અને શફી ઇનામદાર મેઇન રોલમાં જયા બચ્ચનને લેવા માગતા હતા. અફસોસ કે અચાનક જ શફી ઇનામદારનું અવસાન થઈ ગયું. શફી ઇનામદારના પત્ની કોણ હતાં? શફી ઇનામદારના પત્નીની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં સાંગલીમાં 10 સપ્ટેમ્બર, 1948માં મરાઠી પરિવારમાં ભક્તિ બર્વે જન્મ થયો. ભક્તિને પણ નાનપણથી જ ડ્રામામાં ઘણો જ રસ હતો. અભ્યાસ દરમિયાન ભક્તિ વિવિધ નાટકોમાં ભાગ લેતાં. ઓલ ઇન્ડિયા રેડિયો ને દૂરદર્શનમાં કામ કર્યું ભક્તિએ પોતાની કરિયરની શરૂઆત સુધા કરમારકરના લિટલ થિયેટરથી કરી હતી. ત્યાં કેટલાક નાટકોમાં કામ કર્યું. થોડો સમય ભક્તિએ મુંબઈમાં ઓલ ઇન્ડિયા રેડિયોમાં એનાઉન્સર અને પછી મુંબઈ દૂરદર્શનમાં ન્યૂઝ રીડર તરીકે કામ કર્યું. દૂરદર્શન પર આવતી ટેલિફિલ્મ 'બહિણાબાઇ'માં લીડ રોલ પણ પ્લે કર્યો હતો. લિટલ થિયેટર બાદ ભક્તિએ વિવિધ થિયેટર ગ્રુપ જેવા કે થિયેટર યુનિટ, ઇન્ડિયન નેશનલ થિયેટર, રંગજ્ઞાન સાથે કામ કર્યું. 1973માં આવેલા મરાઠી ડ્રામા 'અજબ ન્યાય વર્તુલાચા'થી રાતોરાત લોકપ્રિય થયાં. ત્યારબાદ 'આધે અધૂરે'માં પણ ભક્તિની એક્ટિંગ વખાણાઈ હતી. 'હેન્ડ્સ અપ' તથા 'રંગા મઝ્હા વેગલા' બંને નાટકોમાં તેમણે અવિનાશ મસૂરેકર સાથે કામ કર્યું હતુ. આ નાટકો ખાસ્સા લોકપ્રિય થયા હતા. તેમના નાટકોની વાત કરીએ તો તેમણે મરાઠી, હિંદી ને ગુજરાતી નાટકોમાં પુષ્કળ કામ કર્યું. તેમના જાણીતા નાટકોની વાત કરીએ તો, 'તી ફુલરાની', 'નાગ મંડલ', 'આઇ રિટાયર હોતે આહે' તથા 'હેન્ડ્સ અપ' છે. ભક્તિએ ઘણી ટીવી સિરિયલ્સ જેવી કે 'જન્નત ટૉકિઝ', 'રિશ્તે', 'ઘરકુલ'માં કામ કર્યું છે. કુંદન શાહની 'જાને ભી દો યારો' (1983) તથા ગોવિંદ નિહલાનીની 'હઝાર ચૌર્યાસી કી મા' (1998) જેવી ફિલ્મમાં પણ જોવાં મળ્યાં. તેઓ અખિલ ભારતીય મરાઠી નાટ્ય સમંલેનના ચેરપર્સન હતાં. ઇન્ડિયાઝ નેશનલ એકેડેમી ઑફ મ્યૂઝિક, ડાન્સ એન્ડ ડ્રામા તરફથી 1990માં ભક્તિને મરાઠી થિયેટર એક્ટિંગ માટે સંગીત નાટક અકાદમી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. દર્દનાક મોત થયું 12 ફેબ્રુઆરી, 2001માં ભક્તિ સતારા જિલ્લાના વાઇ પોતાના સેક્રેટરી દયાનંદ માંજરેકર સાથે ગયાં હતાં. ત્યાં તેમના નાટક 'તી ફૂલરાની'નો શો હતો. આ નાટકમાં તેમને દમદાર એક્ટિંગ કરી હતી. શો પૂરો કરીને તેઓ પોતાની કારમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરથી પસાર થતાં હતાં ત્યારે ન્યૂ ભટાન ટનલ પર વહેલી સવારે 5.45 વાગ્યે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં દયાનંદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને વશી હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. ભક્તિ બર્વે ડ્રાઇવર સીટની એક્ઝેટ પાછળ બેઠાં હતાં. આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વી. ધોમે પંચનામું કર્યું હતું અને કહ્યું હતું, 'કારની જમણી બાજુ ભાંગીને તૂટી ગઈ હતી ને કાર આખી વળી ગઈ હતી. વહેલી સવારે ડ્રાઇવરને અચાનક જ ઝોકું આવી જતાં તેણે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી. ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ડ્રાઇવર 120ની સ્પીડે કાર ચલાવી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ડ્રાઇવર થાંભલાથી માત્ર ત્રણેક ફૂટ દૂર હતો ત્યારે તેણે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હતું. અકસ્માત બાદ ભક્તિનું પણ તત્કાલ મોત થયું હતું. ભક્તિના ચંપલ લોહીના ખાબોચીયામાં પડેલા જોવા મળ્યાં હતાં.' ભક્તિની પાછળ જ દિગ્ગજ એક્ટર શ્રીરામ લાગુ પત્ની દીપા સાથે પરત આવતા હતા. અકસ્માત સ્થળે તેમણે કાર થોભાવી હતી. શ્રીરામ લાગુ ને ભક્તિએ ઘણા નાટકોમાં સાથે કામ કર્યું હતું. કમકમાટી ભર્યો અકસ્માત જોયા બાદ શ્રીરામ લાગુ આઘાતને કારણે કંઈ જ બોલી શકવાની સ્થિતિમાં નહોતા. ભક્તિ પતિના મોત બાદ એકલા જ હોવાથી મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેમનો પાર્થિવ દેહ શિવાજી મંદિર સ્થિત દર્શનાર્થે મૂક્યો હતો. 56 વર્ષીય ભક્તિના આકસ્મિક મોતથી ચાહકો ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘેરા શોક તથા સ્તબ્ધ થઈ ગઈ હતી. અન્ય એક્ટ્રેસનો ચમત્કારિક બચાવ થયો હતો ભક્તિના મોતના બે મહિના પહેલાં જ મરાઠી એક્ટ્રેસ અલકા કુબાલનો આ જ જગ્યાએ ચમત્કારિક બચાવ થયો હતો. તે સમયે ત્યાં લાઇટનો થાંભલો નહોતો અને તેમની કાર દિવાલ સાથે અથડાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    અડાલજમાં સ્વીટકેર પ્રાથમિક શાળા અને સાંઈ વિદ્યામંદિરનો વાર્ષિકોત્સવ:વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા
    Next Article
    "Undefeated": White House Shares Wii Sports-Themed Iran Strike Video

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment