Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલેકપુર પાસે બે બાઈક અથડાયા, એક યુવક ગંભીર:પ્રાથમિક સારવાર બાદ વડોદરા રિફર કરાયો

    10 hours ago

    મલેકપુર નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અશ્વિન નાયક નામનો યુવક 'ચાવડીબાઈ ના મુવાડા' થી 'મલેકપુર' તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન માર્ગમાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં અશ્વિન નાયકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક લુણાવાડા ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. યુવકની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ઈજાઓ વધુ ગંભીર હોવાથી તબીબોની સલાહ બાદ તેને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા, આજે પણ એલર્ટ:મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના; રાજસ્થાનમાં તાપમાન 40°C ને પાર
    Next Article
    1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક ઝડપાયો:વાંકાનેર નજીકથી એકની ધરપકડ, 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment