Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક ઝડપાયો:વાંકાનેર નજીકથી એકની ધરપકડ, 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    મોરબી જિલ્લા એલસીબીએ રાજકોટ-ચોટીલા હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 1.93 કરોડથી વધુનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 2.18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઇ એમ.પી. પંડ્યાને મળેલી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા-રાજકોટ હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. સુગર એન્ડ સ્પાઇસ હોટલ પાસે ટ્રક નંબર RJ 14 GP 4506 ને રોકવામાં આવતા તેમાંથી 31,752 બોટલ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 1,93,47,360 ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો, રૂ. 25 લાખની કિંમતનું વાહન, રૂ. 3200 રોકડા અને રૂ. 5000 ની કિંમતનો એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,18,55,560 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રાજસ્થાનના ઝહેરાઝ ગામના લલિતકુમાર પ્રતાપજી ખરાડીની ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આરોપી ઉપરાંત દારૂનો જથ્થો મોકલાવનાર, મંગાવનાર અને વાહનના માલિક સહિત તપાસમાં જેમના નામ ખુલે તેમની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મલેકપુર પાસે બે બાઈક અથડાયા, એક યુવક ગંભીર:પ્રાથમિક સારવાર બાદ વડોદરા રિફર કરાયો
    Next Article
    વલસાડમાં સમાધાન બેઠકમાં જ ધીંગાણું:એવરસન ટાવરમાં બે પરિવાર વચ્ચે મારામારી, બંને પક્ષે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment